Home /News /surendranagar /Navratri 2022: આઠમના દિવસે ચોટીલા ખાતે ભક્તોનું ઘોડાપુર

Navratri 2022: આઠમના દિવસે ચોટીલા ખાતે ભક્તોનું ઘોડાપુર

આઠમના દિવસે ચોટીલા ખાતે ભક્તોનું ઘોડાપુર

Navratri 2022: નવરાત્રીના પાવન અવસર પર આજે આઠમના દિવસે માતા ચામુંડાના પાવન સ્થળે ચોટીલા ખાતે ભક્તોનું ઘોડા પુર ઉમટ્યું હતું. બે વર્ષ બાદ નવરાત્રીની ઉજવણીને કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચોટીલા: મા આધ્યાશક્તિનો પાવન પર્વ એટલે નવરાત્રી, નવરાત્રીના આજે આઠમના દિવસે તમામ માઈ ભક્તો પોતાની કુળદેવીને નિવેધ ચઢાવતા હોય છે. જેને લઈને, આજે મા ચામુંડાના દરબાર ચોંટીલા ખાતે ભારે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આજે આઠમા નોરતાની માના દરબારમાં ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું હતું.



નવરાત્રીના પાવન પર્વ નિમિતે ચામુંડા માતાના મંદિરે ભક્તોની ભીડ જામી હતી. ગુજરાતભરમાંથી મોટી સખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જણાવી દઈએ કે, આજના દિવસે દર વર્ષે મોટી સખ્યામાં ભક્તો પોતાની આશા લઈને માતાના દર્શન કરવા આવતા હોય છે. આ વર્ષે પણ નવરાત્રીના આઠમના દિવસે ભક્તોએ માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.


ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીને લઈને છેલ્લા અઢી વર્ષથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી ન હતી. આથી, આ વર્ષે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચોટીલામાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામતા ચોટીલા ડુંગર પર અલગ નજારો જોવા મળી રહ્યો હતો.
First published:

Tags: Chotila, Festival, Navratri 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો