Home /News /surendranagar /સુરેન્દ્રનગર: પત્ની અન્ય યુવક સાથે ભાગી જતા પતિનો આપઘાત, આત્મહત્યા પહેલાનો વીડિયો વાયરલ
સુરેન્દ્રનગર: પત્ની અન્ય યુવક સાથે ભાગી જતા પતિનો આપઘાત, આત્મહત્યા પહેલાનો વીડિયો વાયરલ
આપઘાત કરી લેનાર યુવક
Surendranagar News: મૃતક યુવક અશ્વિનભાઈ રાજાભાઈ મકવાણાએ વીડિયોમાં એવો આક્ષેપ કર્યો છે કે તેની પત્ની જ્યોત્સનાને તેનો મિત્ર દશરથ રાતોજા ભગાડી ગયો છે. આ જ કારણે તે આપઘાત કરવા જઈ રહ્યો છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકે વીડિયો રેકોર્ડ કર્યાં બાદ આપઘાત કરી લીધો છે. આપઘાતનું કારણ એવું છે કે તેની પત્ની અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. આ યુવક અન્ય કોઈ નહીં પરંતુ મૃતકનો મિત્ર જ હતો. યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા યુવકે જે વીડિયો રેકોર્ડ કર્યો હતો તે હાલ વાયરલ થઈ રહ્યો છે. મૃતક અશ્વિનભાઈ મકવાણાએ કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. આ મામલે મૃતકના પિતાએ મૃતકના મિત્ર દશરથ રાતોજા સામે લખતર પોલીસ મથકે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી છે.
મૃતક યુવક અશ્વિનભાઈ રાજાભાઈ મકવાણાએ વીડિયોમાં એવો આક્ષેપ કર્યો છે કે તેની પત્ની જ્યોત્સનાને તેનો મિત્ર દશરથ રાતોજા ભગાડી ગયો છે. આ જ કારણે તે આપઘાત કરવા જઈ રહ્યો છે. એવી પણ માહિતી મળી છે કે મૃતકની પત્ની જ્યોત્સના છ મહિનાની પ્રેગ્નેન્ટ હતી. જે યુવક મૃતકની પત્નીને ભગાડી ગયો હતો તેણે જ્યોત્સનાને પોતાની ધર્મની બેન બનાવી હતી. એટલે કે મિત્ર ધર્મનો ભાઈ જ પત્નીને ભગાડી જતાં યુવકને લાગી આવ્યું હતું અને તેણે આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે મૃતક અશ્વિન અને જ્યોત્સનાએ ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતા.
મૃતકનો અંતિમ વીડિયો
"જય માતાજી, હું મકવાણા અશ્વિન, ગામ વરસાણી, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. મેં દેદાદરાની ઠાકોર સમાજની છોકરી સાથે લગ્ન કર્યાં છે. મેં જેને મિત્ર જેવો માન્યો હતો તે મારો મિત્ર મારી પત્નીને લઈને ભાગી ગયો છે. ફોસલાવી લલચાવી તેના પિતા કોઈ ગોત કરવામાં રાજી નથી. આથી હું આત્મહત્યા કરવા જઈ રહ્યું છું. મારા મોતની જવાબદારી રાતોજા દશરથભાઈ ગજાભાઈની રહેશે. જો ત્રણ દિવસમાં હાજર નહીં થાય તો આનો કેસ નોંધાશે કે મેં તેમના કારણે આપઘાત કર્યો.
મળતી માહિતી પ્રમાણે અશ્વિન અને જ્યોત્સનાએ ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતા. જ્યોત્સના અને અશ્વિન બંને અલગ અલગ સમાજના છે. દશરથ પોતાના સમાજમાંથી આવતો હોવાથી તેમજ અશ્વિનનો મિત્ર હોવાથી જ જ્યોત્સનાએ તેને ધર્મનો ભાઈ માન્યો હતો. આ ઉપરાંત અશ્વિન અને દશરથ બંને એક જ ગામના હતા. છેલ્લા સાત વર્ષથી બંને વચ્ચે મિત્રતા હતી. એવી પણ વિગત સામે આવી છે કે બંને એક જ કંપનીમાં કામ કરતા હતા.
સોશિયલ મીડિયા દ્વારા પાંગર્યો હતો પ્રેમ
બીજી તરફ અશ્વિન અને જ્યોત્સના સોશિયલ મીડિયા મારફતે એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પ્રેમ પાંગર્યા બાદ બંનેએ વાતચીત શરૂ કરી હતી અને બાદમાં લગ્ન કરી લીધા હતા.