Home /News /surendranagar /Bus Overturns: લીંબડી-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ પલટી, 20થી વધુ પેસેન્જર્સ હતા સવાર

Bus Overturns: લીંબડી-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ પલટી, 20થી વધુ પેસેન્જર્સ હતા સવાર

હાઇવે પર એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો

Luxury bus overturns on Limbadi Ahmedabad: લીંબડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો. ખાનગી લકઝરી બસ પલ્ટી ખાઈ ગઇ હતી, જેમાં 20 પ્રવાસીઓનો ઇજા પોંહચી. બસ વાપીથી ઉપલેટા જઇ રહી હતી

  • News18 Gujarati
  • Last Updated :
  • Surendranagar, India
સુરેન્દ્રનગર: ફરી એક વખત લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઇ જતાં (bus overturns) અકસ્માત સર્જાયો હતો. કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. વાપીથી ઉપલેટા જતી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. જે લક્ઝરી બસને અકસ્માત નડ્યો તે બસમાં 20થી વધુ પેસેન્જર સવાર હતા.

બસમાં 20થી વધુ પેસેન્જર સવાર હતા

વાપથી ઉપલેટા જઇ રહેલી એક ખાનગી લક્ઝરી બસને લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ પલટી મારી ગઇ હતી. આ બસમાં 20થી વધુ પેસેન્જર સવાર હતા. આ તમામ પેસેન્જરોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની મોટી લાઇનો લાગી ગઇ હતી અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસ તથા 108ની ટીમને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી.


આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ કરાઇ જાહેર

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ

ઘટનાને પગલે 3 જેટલી 108 દોડી આવી હતી. જેના મારફતે 20થી વધુ ઇજાગ્રસ્ત પેસેન્જર્સને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બસ પલટી ખાઇ જતાં હાઇવે જામ થઇ ગયો હતો. જેને પોલીસે સામાન્ય કરાવવા પ્રયાસ હાથ ધર્યા હતા. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો, તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Accident News, Gujarat News, Surendranagar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો