Home /News /surendranagar /ભાજપમાં જૂથવાદ, સમાજ કહેશે તો ભાજપના ઉમેદવારને હરાવીશું: ફતેપરા
ભાજપમાં જૂથવાદ, સમાજ કહેશે તો ભાજપના ઉમેદવારને હરાવીશું: ફતેપરા
સુરેન્દ્રનગરથી ભાજપે દેવજી ફતેપરની ટિકિટ કાપતા તેમણે ભાજપમાં જુથવાદ હોવાના આક્ષેપ કર્યા હતા.
મેં જયંતિ કવાડિયાને હરાવ્યા હતા ત્યારથી તેને મારી સાથે સમસ્યા છે, મને હળવદમાં ક્યારેય કોઈ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવતું નહોતું. સમાજ ક્યાં રસ્તે જશે, તે આવનારા દિવસોમાં નક્કી થશે: ફતેપરા
ન્યૂઝ 18 ગુજરાતી: સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ભાજપમાંથી ટિકિટ કપાયા બાદ તેમણે પ્રતિક્રિયા આપી છે, કે ભાજપના ધારાસભ્ય ધનજી પટેલ અને જયંતિ કવાડિયાએ તેમની ટિકિટ કપાવી છે. આગામી દિવસોમાં પોતાનો સમાજ જે દિશામાં જવાનું કહેશે તે દિશામાં જવાનું અને સમાજ જો કહે તો ભાજપના ઉમેદવારને હરાવી દેવાનું નિવેદન કર્યુ છે. તેમણે કહ્યું હતું કે રૂપિયાના જોરે મારી ટિકિટ કાપી નાખવામાં આવી છે. તેમણે કહ્યું ભાજપમાં જૂથવાદ છે, હું મારા સમાજને એકઠો કરીશ અને જો સમાજ કહેશે કો ભાજપના ઉમેદવારને હરાવો તો હરાવવા માટે પુરતી મહેનત કરીશ.
દેવજી ફતેપરાએ કહ્યું, “ ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે, ભાજપના સ્થાનિક ધારાસભ્ય ધનજી પટેલ અને હળવદના નેતા જયંતિ કવાડિયાએ મળીને મારી ટિકિટ કાપી છે. મેં અગાઉ જયંતિ કવાડિયાને હરાવ્યા હતા તેથી તેમણે મારી ટિકિટ કપાવી છે. હું મારા સમાજના આગેવાનોને બોલાવીશ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખને બોલાવીશ, ,સમાજ જે નિર્ણય કરશે ત્યારબાદ હું નિર્ણય કરીશ. ”
જ્યારે આ વિવાદમાં દેવજી ફતેપરાના આક્ષેપો વિશે જયંતિ કવાડિયાએ જણાવ્યું હતું, “ કોઈની ટિકિટ કાપવાનો કે કોઈની ટિકિટ કપાવવાનો અધિકાર મને નથી. દેવજી ભાઈ મારા મિત્ર છે, તે મારુ નામ શું કામ લે છે, અમે બધા નરેન્દ્ર ભાઈ અને અમિત ભાઈ દેશનો વિકાસ કરી રહ્યા છે, તેમાં તમામ સહયોગ હોવાનો મારો મત છે. ”