Junagadh PSI Death: જુનાગઢના પીએસઆઈ એકે પરમાર અમદાવાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને સુરેન્દ્રનગરમાં અકસ્માત નડતા તેમનું મોત થઈ ગયું છે. તેમની કાર પલટી ખાઈ જતા મોત થઈ ગયું છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી દી છે.
સુરેન્દ્રનગરઃ અકસ્માતની ઘટનામાં વધુ એક પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો છે. આ વખેત જુનાગઢના એ ડિવિઝનના PSI એ.કે. પરમારનું અકસ્માતમાં નિધન થયું છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત માટે કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ પાસ પોલીસ આ મામલે પગલા ભરશે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પીએસઆઈ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો છે.
સુરેન્દ્રનગરના સાયલામાં બનેલી આ ઘટનામાં જુનાગઢ એ ડિવિઝનના પીએસઆઈની કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં એ. કે. પરમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, અકસ્માત તેઓ એટલા ગંભીર રીતે ઘાયલ થયા હતા કે તેમનો જીવ બચાવી શકાયો નથી. આ મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે.
પીએસઆઈ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા
પીએસઆઈ પરમાર પાછલા ત્રણ દિવસથી અમદાવાદમાં હતા અને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો છે. મૃતક પીએસઆઈ પરમાર અમદાવાદમાં સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનિંગમાં આવ્યા હતા.
તેઓ ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સાયલા પાસે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
પોલીસ બેડામાં શોકનો માહોલ
પીએસઆઈ પરમારના મોતની ખબર મળતા પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં પોલીસ પોસ્ટમોર્ટમ સહિતની તપાસ કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ કરશે. યુવાન પોલીસકર્મીનું મોત થતા તેમના સાથી કર્મચારીઓ અને અન્ય પોલીસ બેડાના જવાનોને વાત માન્યામાં આવતી નથી. તેમની સાથે ટ્રેનિંગમાં હતા તે પોલીસકર્મીઓને પણ આ આઘાત લાગ્યો છે.