Home /News /surendranagar /અસવારે બાળકને બેકાબૂ ઘોડાની અડફેટથી બચાવ્યો, વીડિયો થયો Viral, 'ખેલ ખેલાડીના અને ઘોડેસવારીના'

અસવારે બાળકને બેકાબૂ ઘોડાની અડફેટથી બચાવ્યો, વીડિયો થયો Viral, 'ખેલ ખેલાડીના અને ઘોડેસવારીના'

સુરેન્દ્રનગરના આ ઘોડેસવારીના વાયરલ વીડિયોની સોશિયલ મીડિયામાં મચી ધૂમ

ઘોડો તોફાને ચઢતા ત્રણ અસવાર સાથે બેકાબૂ થયો હતો, જોકે, અસવારની ફૂર્તિને તમે વીડિયો જોઈને દાદ દેશો

રાજુદાન ગઢવી : ઘોડાના કઠણ ડાબલે ખેલ ખેલાવતા અસવારો હવે સમય સાથે ઓછા થઈ રહ્યા છે. જોકે, રાજ્યના અને છેવાડાના વિસ્તારોમાં આજે પણ ઘોડા શોખનો વિષય બની રહ્યા છે. ઘોડા અને ઘોડેસવારીના શોખીનો ઘોડા ખેલવતા હોય છે પરંતુ ક્યારેક ઘોડા બેકાબૂ બને તો મોટા મોટા અકસ્માતો અને જીવલેણ ઘટનાઓ બની જતી હોય છે. તાજેતરમાંજ ઝાલાવાડમાં સોશિયલ મીડિયા પર (Surendranagar Horse Rider Viral Video) ઘોડાના ખેલનો એક વીડિયો ઘૂમ વાયરલ થયો છે. આ વીડિયોમાં એક અસવારની ફૂર્તિના કારણે કુમળું બાળક ઘોડાની અડફેટે આવતા બચી ગયું છે.

આ વીડિયો અંદાજે ભેસાણ પંથકનો હોવાનું લોકો જણાવી છે. જેમાં ત્રણ વ્યક્તિ ઘોડા ખેલાવતા હતા દરમિયાનમાં ગામના સાકડા ચોકમાં એક ઘોડો બેકાબૂ નબી ગયો હતો. આ ઘોડો ગોળ ઘૂમરો મારી અને ભાગવા જતા હતો ત્યારે તેના જમણા પગની અડફેટે એક માસૂમ બાળક આવી ગયું હતું જોકે, ઘોડોના પગની અડફેટ તેને લાગે એ પહેલાં જ ઝાલાવાડના ફૂર્તિલા જુવાને બાળકને જાલીને ખેંચી લીધો હતો.



આ પણ વાંચો : સુરત : જીવતી દીકરીને કિરણ હૉસ્પિટલે મૃત જાહેર કરી, ડિસ્ચાર્જ આપતા મોત,પરિવારના ગંભીર આક્ષેપો

આ વીડિયો ખૂબ જ ટૂંકો છે પરંતુ અસવારની આ સમયસૂચકતાએ એક બાળકને બચાવ્યો છે સાથે સાથે ઘોડેસવારીના શોખીનોને સંદેશો પણ આપ્યો છે કે ફૂર્તિના બાદશાહ કેહવાતા ઘોડા ખેલાવવા કોઈ પણ વ્યક્તિના હાથની વાત નથી. જો ઘોડેસવારી કરવી હોય તો અસવારની ફૂર્તિ પણ ઘોડા જેવી હોવી જરૂરી છે

આ પણ વાંચો : જામનગર : મચ્છુ માતાજીના દર્શને જતા ભરવાડ પરિવારનો અકસ્માત, ત્રણ વ્યક્તિનાં કરૂણ મોત, મંગળવાર બન્યો અમંગળ

ઘોડેસવારોની આ મસ્તીનો વીડિયો હાલમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝાલાવાડ પંથકમાં હજુ પણ રાજ્યના અન્ય શહેરી વિસ્તારોની સરખામણી કરતા ઘોડા રાખવાનું ચલણ વધારે છે. અહીંયા ગામડાઓમાં ઘોડેસવારી કરતા યુવાનો જોવા મળે છે ત્યારે ઘોડેસવારીના શોખીનોમાં આ વીડિયોની ભારે ચર્ચા છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો