Home /News /surendranagar /Gujarat Election 2022 Dates: 2017ની જેમ આ વખતે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનો દબદબો કાયમ રહેશે?

Gujarat Election 2022 Dates: 2017ની જેમ આ વખતે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનો દબદબો કાયમ રહેશે?

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

Surendranagar Election Date 2022: વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની ચાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે એક બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Surendranagar, India
સુરેન્દ્રનગર: ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની ચાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે એક બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

2017ની ચૂંટણી પર એક નજર
બેઠક નામબીજેપીકોંગ્રેસવિજેતા
દસાડા SCરમણભાઈ વોરાનૌસદજી સોલંકીINC
લીમડીકિરિટસિંહ રાણાસોમાભાઇ પટેલINC
વઢવાણધનજીભાઈ પટેલમોહનભાઇ પટેલBJP
ચોટીલાજીણાભાઈ ડેડવારીયાઋત્વિક મકવાણાINC
ધ્રાંગધ્રાજયરામભાઈ ધનજીભાઈ સોનાગરાપરષોત્તમ સાબરીયાINC


2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.



ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
First published:

Tags: BJP Congress, Gujarat Assembly Election 2022, Surendrangar