Home /News /surendranagar /Gujarat election 2022: વઢવાણ વિધાનસભા પર અઢી દાયકાથી ભાજપનું એકચક્રી શાસન, કોંગ્રેસ માટે આ બેઠક લોઢાના ચણા ચાવવા બરાબર
Gujarat election 2022: વઢવાણ વિધાનસભા પર અઢી દાયકાથી ભાજપનું એકચક્રી શાસન, કોંગ્રેસ માટે આ બેઠક લોઢાના ચણા ચાવવા બરાબર
વઢવાણ વિધાનસભા બેઠક પર છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. ભાજપ સતત 7 ટર્મથી આ બેઠક પર જીતતું આવ્યું છે
wadhwan assembly constituency : ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકોનો સમાવેશ થાય છે. આ 182 બેઠકમાં વઢવાણ વિધાનસભા બેઠક 62માં ક્રમાંકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, દસાડા, ધંધુકા, વિરમગામ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
Gujarat Assembly election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી ખૂબ જ રસાકસીભરી રહેશે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ મેદાન એ જંગમાં શામેલ થઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ કેટલાક ગામના સરપંચોને ભારતીય જનતા પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક કાર્યકર્તાઓથી લઇ પેજ પ્રમુખ અને નેતાઓને પણ કામ સોંપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. કોંગ્રેસે પણ જમીની સ્તરે પક્ષને મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ગડમથલ કરી રહી છે. આજે અહીંયા અમે વઢવાણ વિધાનસભા બેઠક પરના તમામ ઉમેદવાર અને મતદારોના તથા જાતિગત સમીકરણ વિશે જાણકારી આપી રહ્યા છીએ.
વઢવાણ વિધાનસભા બેઠક (Vadhwan assembly Seat)
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકોનો સમાવેશ થાય છે. આ 182 બેઠકમાં વઢવાણ વિધાનસભા બેઠક (wadhwan assembly constituency) 62માં ક્રમાંકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, દસાડા, ધંધુકા, વિરમગામ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકો પર ભાજપના ધારાસભ્ય છે. વઢવાણ વિધાનસભામાં વઢવાણ તાલુકાના ૪૫ ગામ અને સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાના શહેરી વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વઢવાણ વિધાનસભા બેઠક પર છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. ભાજપ સતત 7 ટર્મથી આ બેઠક પર જીતતું આવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધનજીભાઈ પટેલે કોંગ્રેસ ઉમેદવાર મોહનભાઈ પટેલને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર વર્શાબેન દોશીએ કોંગ્રેસ ઉમેદવાર હિમાંશુ વ્યાસને 17,000 થી વધુ મતથી હરાવીને ભાજપનો ગઢ જાળવી રાખ્યો હતો અને વઢવાણ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. તો વર્ષ 2007ની ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર વર્ષાબેન દોશીએ જીતનો પરચમ લહેરાવ્યો હતો.
ભાજપ સતત 7 ટર્મથી આ બેઠક પર જીતતું આવ્યું છે. વર્ષ 1990માં રણજીતસિંહ ઝાલા જીત્યા બાદ વર્ષ 1998 અને 2002માં ભાજપ ઉમેદવાર ધનરાજભાઈ કેલા જીત્યા હતા. વર્ષાબેન દોશી વર્ષ 2007 અને વર્ષ 2012માં જીત્યા હતા. જેથી છેલ્લા 35 વર્ષથી આ બેઠક પર ભાજપનું એકચક્રી શાસન જોવા મળી રહ્યું છે.
વર્ષાબેન દોશી સતત બે ટર્મથી આ બેઠક પર ચૂંટાઈ આવતા હોવાને કારણે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નો રિપીટની થિયરી અપનાવી હતી અને ધનજીભાઈ પટેલને ટીકીટ આપી હતી.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
ધનજીભાઈ પટેલ
ભાજપ
2012
વર્ષાબેન દોશી
ભાજપ
2007
વર્ષાબેન દોશી
ભાજપ
2002
ધનરાજભાઈ કેલા
ભાજપ
1998
ધનરાજભાઈ કેલા
ભાજપ
1995
રણજીતસિંહ ઝાલા
ભાજપ
1990
રણજીતસિંહ ઝાલા
ભાજપ
1985
નંદકિશોરભાઈ દવે
કોંગ્રેસ
1980
અરવિંદકુમાર આચાર્ય
કોંગ્રેસ
1975
જુવાનસિંહ પરમાર
IND
1972
હસમુખલાલ મણિલાલ વોરા
કોંગ્રેસ
1967
એસ. જે. ઝાલા
SWA
1962
અરુણા દેસાઈ
કોંગ્રેસ
વઢવાણ બેઠક પર મતદારોના સમીકરણ
વઢવાણ વિધાનસભા બેઠકમાં કુલ 2,00,802 મતદારો છે. આ મતદારોમાં 96,226 મહિલા મતદારો છે અને 1,04,576 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર તળપદા અને ચુવાળીયા કોળી ઉપરાંત દલિત, મુસ્લિમ, રાજપૂત અને જૈન સમાજના મતદારો છે. 14.11 ટકા તળપદા કોળી, 4.36 ટકા ચુવાળીયા કોળી, 5.82 ટકા પટેલ, 12.30 ટકા દલિત, 10 ટકા મુસ્લિમ, 8.62 ટકા રાજપૂત અને 8.90 ટકા જૈન મતદારો છે.
વઢવાણ બેઠક પરની સમસ્યા
વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં શહેરી વિસ્તારમાં પાણીની સમસ્યા ઉપરાંત રોડ રસ્તા, ગટર જેવી સુવિધા પૂરી પાડવામાં તંત્રની નિષ્ફળતા સાબિત તઈ છે. આ મતવિસ્તારમાં મોટા ઉદ્યોગ ના હોવાને કારણે રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે. ઉપરાંત કેનાલના કામ અધૂરા રહી જવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકિય પાર્ટીઓ જમીન પર સક્રિય થઈ ગઈ છે. ભાજપ પણ જમીન પર સંગઠનને મજબુત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ભાજપના ગુજરાત અધ્યક્ષ સી. આર. પાટીલ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે પહોંચ્યા હતા. સી. આર. પાટીલે ભવ્ય રોડ શો યોજીને કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટે હાંકલ કરી હતી. સી. આર. પાટીલે વઢવાણમાં ભાજપ કાર્યકર્તાઓને એક પ્રયોગ કરવા માટે કહ્યું છે. પાર્ટીના કાર્યકર્તાઓએ અન્ય મત વિસ્તારના પોતાના સગા-સંબંધીઓને ફોન અને મેસેજ કરવાના રહેશે. આ મેસેજ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઘર ઘર સુધી પહોંચશે.
વઢવાણ પ્રદેશ પ્રભારી
વર્ષના આખરમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા બેઠકના તમામ 48 પ્રભારીઓની જાહેરાત કરી છે. વઢવાણમાં રાજકોટના વોર્ડ નં.17ના કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામીના પતિ ગૌતમભાઇ ગૌસ્વામીને વઢવાણ બેઠકનાપ્રભારી બનાવવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી
સુરેન્દ્રનગર લોકસભાની સાત વિધાનસભા બેઠક ૫ર છ કોંગ્રેસ અને એક બેઠક પર ભાજપનો કબ્જો છે. વિરમગામ, ધંધુકા, ચોટીલા, લીંબડી, પાટડી બેઠક પર કોગ્રેસ કબ્જો છે, ત્યારે વઢવાણ એક માત્ર એવી વિધાનસભા છે, જેના પર ભાજપનું શાસન છે.સુરેન્દ્રનગર લોકસભામાં વઢવાણ નગરપાલિકામાં ભાજપને 12 અને કોંગ્રેસને 23 સીટો મળી હતી, પરંતુ કોંગ્રેસના 11 સભ્યોએ બળવો કરતા આ બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો હતો.વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસ ઉમેદવાર સોમાભાઈ પટેલને જંગી બહુમતીથી હરાવ્યા હતા. આ લોકસભા મતવિસ્તારમાં કુલ 18,36,046 મતદારો છે.
સાંસદ મહેન્દ્ર મુંજપરા
મહેન્દ્ર મુંજપરા જનસેવા નામની હોસ્પિટલ ચલાવે છે અને અત્યાર સુધીમાં તેમણે અંદાજે 8 લાખ કરતા વધુ દર્દીઓની સારવાર કરી છે. મહેન્દ્ર મુંજપરાની રાજકીય કારકિર્દી અંગે વાત કરવામાં આવે તો તેઓ ઘણાથી સંઘ સાથે એક કાર્યકર્તા તરીકે જોડાયેલા હતા. વર્ષ 2009થી ભાજપમાં એક કાર્યકર તરીકે સક્રિય થયા છે. વર્ષ 2019ની ચૂંટણીમાં તેમને સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી માટે ટીકીટ આપવામાં આવી હતી અને આ લોકસભા બેઠક પર તેમણે ભાજપનો પરચમ લહેરાવ્યો હતો.