Indravijay Singh Kishore Singh Jadeja: ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજાનો જન્મ 17 નવેમ્બરના રોજ ધાંગધ્રા ગામે થયો હતો. તેમણે વર્ષ 1979માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.Sc કર્યું છે. તેમજ વર્ષ 1982માં ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે.
Indravijay Singh Kishore Singh Jadeja: ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજાનો જન્મ 17 નવેમ્બરના રોજ ધાંગધ્રા ગામે થયો હતો. તેમણે વર્ષ 1979માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.Sc કર્યું છે. તેમજ વર્ષ 1982માં ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે.
આગામી ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat election 2022) યોજાશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ કદાચ ઈતિહાસમાં સૌથી રસપ્રદ રહેશે. જેને લઈને તમામ પક્ષોએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. જનતાના પ્રશ્નોનું નિવારણ લાવવા અને પ્રદેશના વિકાસ માટે નેતાઓની કામગીરીનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. જેથી જનતાએ નેતાઓ વિશેની તમામ જાણકારી મેળવવાનો હક છે. અહીં અમે તમને પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજા (I. K. Jadeja) વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજા
ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજાનો (Indravijay Singh Kishore Singh Jadeja) જન્મ 17 નવેમ્બરના રોજ ધાંગધ્રા ગામે થયો હતો. તેમણે વર્ષ 1979માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.Sc કર્યું છે. તેમજ વર્ષ 1982માં ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે. ઉપરાંત વર્ષ 1988માં ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીમાં ડિપ્લોમા કર્યું છે. તેમની પત્નીનું નામ ભીક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા છે. આ લગ્નજીવનથી તેમને ત્રણ બાળકો છે- બે પુત્રી અને એક પુત્ર. પુત્રીનું નામ દિપ્તી અને ભૂમિકા છે તથા પુત્રનું નામ અજયરાજસિંહ જાડેજા છે.
ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજાની સંપત્તિ
ઈન્દ્રવિજયસિંહ જાડેજા કરોડોની સંપત્તિના માલિક છે. તેમની જંગમ મિલકતોમાં રોકડ, બેન્ક થાપણો, બોન્ડ અને ડિબેન્ચર, LIC પોલિસી વાહન, સોનુ તથા અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે. તેમની પાસે હાથ પર રૂ. 1,06,000 રોકડ છે. રૂ. 11,30,098ની બેન્ક થાપણ, રૂ. 9,14,570ના બોન્ડ અને ડિબેન્ચર તથા રૂ. 54,362ની LIC પોલિસી છે તથા 10 ગ્રામ સોનુ છે.
તેમની પત્ની ભીક્ષાબા પાસે હાથ પર રૂ. 27,000 રોકડ છે. રૂ. 6,01,059ની બેન્ક થાપણ, રૂ. 22,57,100ના બોન્ડ અને ડિબેન્ચર તથા રૂ. 1,11,884ની LIC પોલિસી છે, રૂ. 8,00,00 લાખની ઈનોવા ગાડી, રૂ. 2,50,000 લાખનું ટ્રેક્ટર તથા રૂ. 4,74,750ની કિંમતનું 395 ગ્રામ સોનુ અને 3 કિલો ચાંદી છે.
તેમની પુત્રી દિપ્તી પાસે હાથ પર રૂ. 1,000 રોકડ છે. પુત્રી દિપ્તી અને ભૂમિકા પાસે અનુક્રમે રૂ. 2,17,924 અને 2,59,650ની બેન્ક થાપણ, રૂ. 3,80,000ના બોન્ડ અને ડિબેન્ચર તથા રૂ. 63,456 અને રૂ. 6,929ની LIC પોલિસી છે. તેમની પુત્રી દિપ્તી પાસે 36 ગ્રામ સોનુ છે.
આઈ. કે. જાડેજાની બાદબાકી
વર્ષ 2017માં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવતી હતી. ત્યારે ભાજપના જૂના અને વફાદાર નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. ભાજપે પહેલી યાદી જાહેર કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વમંત્રી આઈ. કે. જાડેજાના નામની બાદબાકી કરતા ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી.
આઈ. કે. જાડેજાને આશંકા હતી કે, અમિત શાહ તેમની ટિકીટ કાપી નાખશે. આ કારણોસર તેઓ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે દિલ્હી ગયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ તેમની સંભાળ લેશે. ટિકીટની જાહેરાત થઈ ત્યારે આઈ. કે. જાડેજા ભાજપના મીડિયા સેન્ટરમાં હતા, તેમનો જન્મદિવસ હોવાને કારણે પત્રકારો તેમને અભિનંદન આપી રહ્યા છે. પણ જેવુ યાદી બહાર પડી તેમાં પોતાનું નામ નથી તેવુ ખબર પડતા આઈ. કે. જાડેજા મીડિયા સેન્ટર છોડી નીકળી ગયા હતા. વઢવાણની બેઠકના ધારાસભ્ય વર્ષા દોશીની ટિકીટ કાપીને આઈ. કે. જાડેજાને બદલે ધનજી પટેલને ટિકીટ આપવામાં આવી હતી.
આ મામલે ક્ષત્રિય આગેવાનો ગાંધીનગરમાં એકત્રિત થયા હતા અને લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ત્યાં સુધીનું જણાવ્યું હતું કે, જો આઈ. કે. જાડેજાને ટિકીટ નહીં મળે, તો ભાજપની વિરુદ્ધ મતદાન કરવામાં આવશે.
આઈ. કે. જાડેજાની રાજકીય કારકિર્દી (Jadeja's Political Career)
આઈ. કે. જાડેજા ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને એક ક્ષત્રિય નેતા છે.
ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજા 1978-79માં કોલેજકાળથી વિદ્યાર્થી જીવનમાં જાહેર જીવનમાં સક્રિય છે. તેઓ કોલેજ દરમિયાન વિદ્યાર્થી યુનિયન જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.
તેમણે વર્ષ 1980થી ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે સંગઠનમાં વિવિધ જવાબદારી સંભાળી છે.
તેઓ વર્ષ 1983થી 1998 દરમિયાન ત્રણ ટર્મ સુધી ધાંગધ્રા નગરપાલિકાના સભ્ય રહી ચૂક્યા છે અને વર્ષ 1995માં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.
વર્ષ 1995માં તેઓ ધાંગધ્રાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, વન, જેલ, નશાબંધી અને આબકારી વિભાગના કેબીનેટ મંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. તેઓ વર્ષ 1998માં ફરી એક વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
જુલાઈ 1998થી ઓક્ટોબર 2001 સુધી તેમણે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી.
તેઓ 9-10-2001થી 17-10-2001 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.
તેઓ 17-10-2001થી 22-12-2002 સુધી શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી તથા રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.
વર્ષ 2002માં તેઓ ત્રીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
22-12-2002થી 1-8-2005 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.
તેમણે જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી છે.
આઈ. કે. જાડેજા ટ્વિટર વિવાદ
આઇ. કે. જાડેજાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હાર્દિક પટેલ કોનો? કોંગ્રેસનો, આમ આદમી પાર્ટીનો કે પછી નીતીશનો... નોંધનીય છે કે, તેમના આ ટ્વિટથી ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આઇ. કે. જાડેજાએ ગુરુવારે ટ્વિટ કર્યું હતું કે, જે લોકો પાર્ટીને સમર્પિત નથી તેનાથી પાર્ટીને કેટલો લાભ થશે? ટ્વિટ પર થઇ રહેલા વિવાદના પગલે ખુદ આઇ. કે. જાડેજા આશ્ચર્યચક્તિ હતા અને તેમણે આ અંગે ટ્વિટ પણ કર્યું હતું કે મારા ટ્વિટથી વિવાદ કેમ? કોને માટે? વધુમાં તેમણે કહ્યું છે કે, આ બધુ તો અમે જાહેર ભાષણમાં પણ કહીએ છીએ. આ સમગ્ર મામલે વિવાદ વધતા આઇ. કે. જાડેજાએ ફરી એક વાર ટ્વિટ કરીને સ્પષ્ટતા આપી હતી કે, તેમનો હેતું કાર્યકર્તાઓ પાર્ટીને વધુ સમર્પિત બને તે માટેનો જ હતો.