Home /News /surendranagar /Gujarat elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી દસાડા બેઠકનો ચિતાર, જાણો કેવી છે સ્થિતિ

Gujarat elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી દસાડા બેઠકનો ચિતાર, જાણો કેવી છે સ્થિતિ

Dasada assembly constituency : દસાડા વિધાનસભા બેઠક ચૂંટણી 2022: આ બેઠક પર કોઈ એક જ્ઞાતિનો પ્રભાવ જોવા મળતો નથી પરંતુ તળપદા કોળી, ચુવાળીયા કોળી, દલિત, પટેલ, મુસ્લિમ સહિતના મતદારો જ્ઞાતિના સમીકરણોમાં જોવા મળે છે.

Dasada assembly constituency : દસાડા વિધાનસભા બેઠક ચૂંટણી 2022: આ બેઠક પર કોઈ એક જ્ઞાતિનો પ્રભાવ જોવા મળતો નથી પરંતુ તળપદા કોળી, ચુવાળીયા કોળી, દલિત, પટેલ, મુસ્લિમ સહિતના મતદારો જ્ઞાતિના સમીકરણોમાં જોવા મળે છે.

  Gujarat Assembly Elections 2022: ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કમર કસી ગઈ છે. મળતી માહિતી અનુસાર, ભાજપે 150 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે તેમની નજર ઓબીસી, દલિત અને આદિવાસી મતદારો પર છે. ભાજપ તેના પરંપરાગત શહેરી મતદારો સાથે ગામડાના ઓબીસી, દલિત અને આદિવાસી મતદારો પર તેનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ આ તમામને પહેલેથી જ પોતાની વોટ બેન્ક સમજે છે. એવામાં આજે આપણે એક એવી વિધાનસભા બેઠક વિશે ચર્ચા કરીશું જે દલિતો માટે અનામત રાખવામાં આવી છે. આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશુ સુરેન્દ્રનગરની દસાડા બેઠક (Dasada assembly constituency) વિશે

  દસાડા વિધાનસભા બેઠક (Dasada assembly seat)

  ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનું નગર છે. આ સાથે જ તે પાટડી તાલુકાનુ મુખ્ય મથક પણ છે. આ તાલુકો કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતું કેન્દ્ર છે. દસાડા ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ છે અને અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.

  દસાડા વિધાનસભા બેઠકમાં દસાડા તાલુકો, લખતર તાલુકો અને પાટડી તાલુકાના મોતી કાળેચી, નાની કાળેચી, ગડથલ, જલિયાળા, ભગવાનપર, રાણાગઢ, ફુલવાડી, રોજાસર, ધલવાણા, મુલબાવલા, દિગ્વિજયગઢ, ધીરજગઢ, પરલી, ભથાણ, લક્ષ્મીસર, શિયાણી, જંબુ, પરમાર વગેરે ગામોનો સમાવેશ થાય છે.

  દસાડા બેઠક મતવિસ્તારમાં કુલ 237203 મતદારો છે, જેમાંથી 124042 પુરૂષ, 113160 મહિલા અને 1 અન્ય છે. કચ્છનું નાનું રણ, ખારા ઘોડા મીઠાના અગર, પાટડી, શક્તિ માતા મંદિર, ટાપુઓ, ઘુડખર અભયારણ્ય વગેરે શહેરની મહત્વની ઓળખ સમાન છે.

  દસાડા બેઠક પર જાતિવાદી સમીકરણ

  આ બેઠક પર કોઈ એક જ્ઞાતિનો પ્રભાવ જોવા મળતો નથી પરંતુ તળપદા કોળી, ચુવાળીયા કોળી, દલિત, પટેલ, મુસ્લિમ સહિતના મતદારો જ્ઞાતિના સમીકરણોમાં જોવા મળે છે. તળપદા કોળી 11.66 ટકા, ચુવાળીયા કોળી ૧૫.૫૪ ટકા, દલિત 13.27ટકા, પટેલ 10.47 ટકા, મુસ્લિમ 10.92 ટકા તેમજ માલધારી અને રાજપૂત સમાજ અનુક્રમે 6.77 ટકા અને 5.49 ટકા વસ્તી ધરાવે છે.

  દસાડા બેઠક પરના રાજકીય સમીકરણ

  ગુજરાતમાં દસાડાની સીટ દલિતો માટે આરક્ષિત છે. બીજેપીએ વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ રમણલાલ વોરાને જ્યારે કોંગ્રેસે યુવાનેતા નૌશાદ સોલંકીને ગત વિધાનસભામાં મેદાનમાં ઉતાર્યા હતા.

  રમણલાલ વોરા પહેલાં ઇડરથી ચૂંટણી લડતા હતા પણ ગત વખતે પક્ષે દસાડા સીટની ટિકિટ આપી છે. નોંધનીય છે કે સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં બીજેપીએ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજેપીમાં અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે અને આ સંજોગોમાં જીત માટે બીજેપીનું ગણિત હાલ કોઈના ગળે ઉતરે તેમ નથી.

  આ સીટ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. આ વિધાનસભા સીટમાં મતદાન માટે 253 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પુનમભાઈ મકવાણાએ જીત મેળવી હતી જ્યારે રમણલાલ વોરાને 2016માં વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો- Gujarat election: ધોળકા બેઠક પર ફરી રસાકસી થશે? ભાજપ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આ બેઠક પર રિપીટ કરશે?


  રમણલાલ વોરા બીજેપીના ટોચના દલિત ચહેરાઓમાંથી એક છે. આ પહેલાં તેઓ સાબરકાંઠાની ઇડર સીટથી ચૂંટણી લડતા હતા. 1995થી માંડીને 2012 સુધી યોજાયેલી પાંચ ચૂંટણીમાં રમણલાલ વોરાને ઇ઼ડર સીટ પરથી સફળતા જ મળી છે. જો કે ગત વખતે પક્ષે તેમને દસાડા પરથી ઉભા રાખ્યા હતા. તેમના કારણે સુરેન્દ્રનગરની આ સીટ પર સ્પર્ધા વધારે જોરદાર થઈ ગઈ હતી.

  ગત ચૂંટણીના કોંગ્રેસના નૌશાદ સોલંકી ગુજરાત કોંગ્રેસના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગને સંભાળે છે અને તેઓ છેલ્લા કેટલાક સમયથી દસાડામાં કામ કરી રહ્યા છે. આમ, દસાડા સીટ બંને રાજકીય પાર્ટીના દલિત નેતાઓ માટે ચૂંટણીનો અખાડો બની ગઈ છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  ગુજરાતની કુલ વસતિમાં દલિતોનો હિસ્સો લગભગ સાત ટકા જેટલો છે. આ સંજોગોમાં દસાડા પર રસપ્રદ રાજકીય જંગ જામશે. તાજેતરમાં જ રજની સંધાણીને દસાડા બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

  ચુંટણી મુદા

  આ મતક્ષેત્રમાં પણ પીવાના પાણીની સમસ્યા જોવા મળે છે પીવા કે ખેતી માટે પાણી મળતું ના હોવાથી મતદારો રોષે ભરાયા છે અને ચુંટણીમાં પાણીનો મુદો ગાજી સકે છે તે ઉપરાંત અગરિયાઓ સહીત પ્રજાજનોને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો, રોઝ અને ઘુડખરના ત્રાસ, રોડ રસ્તા જેવા પ્રશ્નો મુદા બની રહેશે.

  આ બેઠક પર છેલ્લા પાંચ વર્ષમાં મારામારી, લૂટના બનાવો ઉપરાંત દલિત આંદોલન ઉગ્ર બન્યું હતું. જેની અસર ચુંટણી પર જોવા મળી સકે છે. તે ઉપરાંત મીઠા ઉદ્યોગને હાલ જે અસર પડી છે. આ તમામ મુદ્દાઓને ચૂંટણી પ્રચારમા સમાવવામાં આવી શકે છે.

  હારજીતના સમીકરણ
  વર્ષજીતેલ ઉમેદવારપક્ષ
  2017નૌશાદ સોલંકીINC
  2012પુનમભાઈ મકવાણાBJP
  2007શુંભુપ્રસાદ ટુંડિયાBJP
  2002મનહરલાલ મકવાણાINC
  1998ફકીરભાઈ વાધેલાBJP
  1995ફરીકભાઈ વાધેલાBJP
  1990ફકીરભાઈ વાધેલાBJP
  1985શ્રીમાળી ચંદ્રાબેનINC
  1980ચાવડા શાંતાબેનINC
  1975રાઠોડ ભીમાભારીIND
  1972ઈન્દ્રસિંહ ઝાલાINC
  1967સી સી પોપટલાલSWA
  1962પરિખ રસિકલાલINC

  ગત દસાડા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નૌશાદજી ભલજીભાઈ સોલંકીનો વિજય થયો હતો. કોંગ્રેસે 64358 મત મેળવીને રમણલાલ ઇશ્વરલાલ વોરાને હરાવ્યા. રમણલાલ ઇશ્વરલાલ વોરાને 63514 મત મળ્યા હતા.

  દસાડા વિધાનસભા મતવિસ્તાર અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટી માટે પણ સુરક્ષિત બેઠક છે, કારણ કે તે અહીંથી 1990 થી અત્યાર સુધીમાં કુલ પાંચ વખત અને સતત બે ટર્મથી જીતી રહ્યું હતું.

  2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમભાઈ મકવાણાએ 65,504 મત મેળવ્યા હતા. કારે કોંગ્રેસના મનહરલાલ મકવાણા (54,764 મત)ને 10,640 મતોના માર્જિનથી હરાવ્યા.

  મુખ્ય સમસ્યા

  ઝાલાવડના દસાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીના વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઘણા ગામોને ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. નર્મદા કેનાલના કાંઠે આવેલા ખેડુતો પણ સિંચાઈ માટે પાણીની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગામોમાં તો તંત્રની નિષ્ક્રિયાને કારણે પાણીની મુશ્કેલી ભોગવવી પડી રહી છે

  ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને તેમાં પણ સૂકાભઠ્ઠ ગણાતા એવા રણકાંઠા વિસ્તારને થયો હોવાની નર્મદા વિભાગ દ્વારા ગુલબાંગો ફેંકવામાં આવે છે.

  ખાસ કરીને દસાડા તાલુકાના 89 ગામોમાંથી 87 ગામો સુધી નર્મદાના નીર પહોંચી ગયા હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. પરંતું દસાડા-લખતર વિધાનસભા વિસ્તારની તમામ કેનાલો હાલમાં સૂકીભઠ્ઠ છે.

  દસાડા લખતર સહિતના વિવિધ વિસ્તારોના ખેડૂતોએ હાલમાં બીટી કપાસનું વાવેતર કરેલું છે. આથી ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું ન હતું. જેને લઈ ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन
  विज्ञापन