Home /News /surendranagar /Gujarat election 2022: કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ, કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ: PM મોદી

Gujarat election 2022: કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ, કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ: PM મોદી

પીએમ મોદીની દુધરેજ રોડ પર જંગી જાહેરસભા

Gujarat assembly election 2022: આજે પ્રવાસના ત્રીજા દિવસે તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. આજે PM મોદી ત્રણ સભાઓ સંબોધશે.

    સુરેન્દ્રનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પ્રવાસના ત્રીજા દિવસે તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. તેઓ દુધરેજ રોડ પર જંગી જાહેર સભા સંબોધી રહ્યા છે. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યુ કે, લોકોએ જેમને સત્તામાંથી હટાવ્યા તે પદયાત્રા કરે છે. જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યું તે લોકો ખભે હાથ મૂકીને યાત્રા કરે છે. અમે ખાલી સપના જોતા નથી, સંકલ્પ કરીએ છે.

    'કોંગ્રેસ કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ'


    પીએમ મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ. કોંગ્રેસ કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ. મારી કોઇ ઔકાત નથી. તમે મને નીચ કીધો, ગંદી નાળીનો કીડો કીધો, મોતનો સોદાગર કીધો. હું તો સામાન્ય પરિવારથી છુ. મારી કોઇ ઔકાત નથી. આ વખતે કમળ સિવાય કંઇ નહીં. રોળા નાખવાવાળાને ન લાવતા. હજુ મારે ઘણુ બધુ કરવું છે. વાર તહેવારે થતા અપમાન હું ગળી જાઉં છું કારણ કે, મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે, મારે આ ભારતને વિકસિત ભારત બનાવવું છે. તમારું સુરેન્દ્ર અને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે આપણો.

    'મેં કહ્યુ હતુ કે, અધરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે'


    પીએમ મોદીએ કહ્યુ કે, 24 કલાક વિજળી વાત કરી ત્યારે સવાલ થયા હતા. વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓએ કહ્યુ હતુ કે શક્ય નથી. મેં કહ્યુ હતુ કે અધરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. અઘરા કામ કરું પણ છું અને કામ કરીને બતાવું પણ છું. કેનાલો થકી સુરેન્દ્રનગરને પાણીદાર બનાવ્યું છે. નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું, એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે એ લાભ તમને પહોંચી ગયો છે. આ જનમેદની બતાવે છે કે ભાજપની જીત નક્કી છે. ભાજપની વિજયયાત્રાને કોઈ રોકી શકે નહીં.

    કોંગ્રેસના રાજમાં અગરિયાઓની ચિંતા નહોતી. તેમને પહેરવા માટે બુટ પણ નહોતા મળતા. અમારા આવ્યા પછી સ્થિતિ બદલાઇ. શિક્ષણની વ્યવસ્થામાં વધારો કર્યો. હવે ગુજરાતમાં જ એડમિશન મળી જાય છે. ગુજરાતમાં 4 હજાર જેટલી કોલેજો બનાવી. 20 વર્ષ પહેલા ક્લાસરૂમ નહોતા આજે સ્માર્ટ ક્લાસરૂમ છે. ગુજરાતમાં સ્પેશિયલ યુનિવર્સિટીઓ બનાવી છે.

    કદાવર નેતાઓનો પ્રચાર


    આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા,આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ, AIMIM નાં અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધશે.

    પીએમ મોદીનો કાર્યક્રમ


    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ સવારે 11 વાગે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થયા હતા. બપોરે 12.00 વાગે સુરેન્દ્રનગર જાહેર સભા સંબોધશે. 1.00 વાગે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. 2.00 વાગે જાંબુસરમાં જાહેરસભાને સંબોધશે. 3.00 વાગે નવસારી જવા રવાના. 4.00 વાગે નવસારીમાં જાહેરસભાને સંબોધન કરશે. 5 વાગે નવસારીથી સુરત એરપોર્ટ જવા રવાના થશે જે બાદ સુરતથી દિલ્હી જશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, PM Modi પીએમ મોદી, Surendrangar

    विज्ञापन
    विज्ञापन