Home /News /surendranagar /ધ્રાંગધ્રા: આર્મીની મહેનત રંગ લાવી, ચાર કલાકના ઓપરેશન બાદ બોરવેલમાં ફસાયેલી બાળકીને કઢાઇ બહાર

ધ્રાંગધ્રા: આર્મીની મહેનત રંગ લાવી, ચાર કલાકના ઓપરેશન બાદ બોરવેલમાં ફસાયેલી બાળકીને કઢાઇ બહાર

બોરવેલમાં બાળકી ફસાઇ

Surendranagar news: બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી ગઇ હતી. આ બાળકી ખેતમજુરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારની છે.

સુરેન્દ્રનગર : આજે સવારે ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં બોરવેલમાં (stuck in borewell) બાળકી બોરવેલમાં પડી ગઇ હતી. આ બોરવેલમાં 12 વર્ષની બાળકી આશરે 40 ફૂટે નીચે ફસાઇ હતી. ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા મામલતદાર અને ડિઝાસ્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બાળકી માટે રેસ્ક્યૂ ઓપરેશન (rescue operation) કરીને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં ખેતરમાં આવેલા બોરવેલમાં 12 વર્ષની મનિષા નામની બાળકી બોરવેલમાં પડી ગઇ હતી. બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી ગઇ હતી. આ બાળકી ખેતમજુરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારની દીકરી છે.



આ બાળકીને બચાવવાના પ્રયાસો ચાર કલાક ચાલ્યા હતા. આ દુર્ઘટનાને કારણે આખા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.



નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.
First published:

Tags: Rescue operation, ગુજરાત, સુરેન્દ્રનગર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો