Home /News /surendranagar /Video: ભૂંડ પકડવા બાબતે બે પક્ષ વચ્ચે બબાલ, રોડ પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો; તલવારો ઉડી, ચાર લોકો ઈજાગ્રસ્ત
Video: ભૂંડ પકડવા બાબતે બે પક્ષ વચ્ચે બબાલ, રોડ પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો; તલવારો ઉડી, ચાર લોકો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગરમાં મારામારીનો વીડિયો વાયરલ થયો.
Surendranagar News: બે પક્ષકારો વચ્ચે ભૂંડ પકડવા બાબતે હદ નક્કી થઈ હતી. જેમાં એક પક્ષે બીજા પક્ષની હદમાં ભૂંડ પકડા મગજમારી થઈ હતી. જે બાદમાં બે ગાડીમાં 15થી વધારે લોકોએ બીજી પાર્ટી પર હીચકારો હુમલો કરી દીધો હતો.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં બે પાર્ટી વચ્ચે ગેંગવોર (Surendranagar Gangwar)ની ઘટના સામે આવી છે. બનાવમાં ચાર લોકો ઈજાગ્રસ્થ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યા છે. બનાવ સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ (80 feet road) રોડ પર બન્યો હતો. અહીં બે પીકઅપ ગાડીએ એક કારને ટક્કર મારીને અંદર રહેલા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બબાલ ભૂંડ પકડવા બાબતે થયેલી મગજમારી બાદ થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે બે પક્ષકારો વચ્ચે ભૂંડ પકડવા બાબતે હદ નક્કી થઈ હતી. જેમાં એક પક્ષે બીજા પક્ષની હદમાં ભૂંડ પકડતા મગજમારી થઈ હતી. જે બાદમાં બે ગાડીમાં 15થી વધારે લોકોએ બીજી પાર્ટી પર હીચકારો હુમલો કરી દીધો હતો. જેમાં એક કાર પર બંને તરફથી પીકઅપ વાહનથી હુમલો કરાયો હતો. કારને બંને બાજુથી ટક્કર મારવામાં આવી હતી. આ બનાવ કોઈએ મોબાઇલમાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં ઈજાગ્રસ્ત લોકોને રોડ પર ઢસડાઈને જતા જોઈ શકાય છે. આ ઉપરાંત જે કારને ટક્કર મારવામાં આવી હતી તેમાં ભૂંડ ભરવામાં આવ્યા હતા તે જોઈ શકાય છે.
ગુજરાતના અન્ય અપડેટ્સ:
ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે
રાજ્યમાં હાલ વરસાદી (Gujarat monsoon 2022) માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી (Gujarat weather forecast) પ્રમાણે, રાજ્યમાં ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં હળવોથી સામાન્ય વરસાદ વરસશે. જે બાદ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં હળવોથી સામાન્ય વરસાદ પડશે અને એક બે જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. જે બાદ આ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસાની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં પણ ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, 27મી જુલાઇ પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો
રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar water level)ની સપાટીમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સ્ટોરીમાં 1.75 મીટરનો વધારો થયો છે. જેના પગલે RBPH અને CHPHના તમામ પાવર હાઉસ (Power house) યુનિટ શરૂ કરાયા છે. પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125.79 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ 1820 મિલિયન ક્યુબીક મીટર છે. ડેમની ઉપર મધ્ય પ્રદેશમાં આવેલા ઇન્દ્રીરા સાગર અને તવા ડેમના તમામ દરવાજા ખોલાયા હોવાથી ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
સુરેન્દ્રનગર: 80 ફૂટ રોડ પર બે ટેમ્પો દ્વારા હુમલો
સ્વજનનું મોત આઘાતજનક હોય છે. મૃત્યુ પ્રસંગ કોઈ પણ પરિવાર અને તેની સાથે સાથે સગા અને સંબંધીઓને પણ દુઃખ આપે છે. આ દરમિયાન જૂનાગઢ શહે (Junagadh)રમાં એક બનાવની ચર્ચા ચાલી છે. અહીં એક પરિવારે મૃત્યુના પ્રસંગને અવસરમાં બદલ્યો છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ શહેરના સોલંકી પરિવારે (Solanki family) મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. પરિવારમાં પુત્રવધૂના નિધન બાદ પરિવારે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી હતી. એટલું જ નહીં, બેસણા વખતે રક્તદાન કેમ્પ (Blood donation camp)નું આયોજન કર્યું હતું. મૃતક પુત્રવધૂની આંખોનું પણ દાન કર્યું હતું. હકીકતમાં મૃતકની ઈચ્છા હતી કે તેની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવે! (વાંચો સંપૂર્ણ અહેવાલ...)