રાજુદાન ગઢવી, સુરેન્દ્નનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી (Surendranagar) પસાર થતાં નેશનલ હાઇવે પર આવેલી હોટલોમાં હોલ્ટ કરતા ટ્રકોમાંથી અવારનવાર ડિઝલની (Diesel Theft) ચોરી થતી હોવાની ફરીયાદો ઉઠતી હતી ત્યારે સાયલા નેશનલ હાઇવે પર આવેલી હોટલમાં ગેરકાયદેસર ડિઝલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસ (LCB Police) ટીમે દરોડો કર્યો હતો.જેમાં હોટલમાં કામ કરતા પરપ્રાંતિય સહીત બે શખ્સો સાથે 640 ડીઝલ તેમજ કાર સહીત 3,57,150ની મતા જપ્ત કરાઇ છે.એલસીબી ટીમે સ્થળ પરથી શંકાના આધારે રૂ.3,57,150નો મુદ્દામાલ કબજે કર્સો છે.
સાયલા હાઇવે પર ગોસળ ગામના બોર્ડ પાસે આવેલી નાગરાજ હોટલમાં ગેરકાયદેસર ડિઝલનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા સસુરેન્દ્રનગર : હાઇવે પરથી ચોરાતા ડીઝલનું મોટું રેકેટ ઝડપાયું, જાણો કોણ ચોરતા હતા ટ્રકોમાંથી ઈંધણહીતની ટીમે દરોડો કર્યો હતો.
જેમાં હોટલના પાછળના ભાગમાંથી 640 લીટર ડિઝલ ભરેલા કુલ 16 કેરબા મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ હાથ ધરતા હોટલમાં કામ કરતા રામકૈલાશ બ્રહ્મદેવ શાહ કોઇ સંતોષકારક જવાબ તેમજ તેના આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
આથી પોલીસે 640 લીટર ડિઝલના જથ્થા સાથે રામકૈલાશ શાહ અને ઉમરડાના ભરત કનીરામ ગોંડલીયાને ઝડપી લીધા હતા. પોલીસ ટીમે સ્થળ પરથી ડિઝલના જથ્થા સાથે એક કાર સહીત કુલ રૂપિયા 3,57,150 નો મુદ્દામાલ કબજે કરી બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે હોટલના પાછળના ભાગમાંથી ડિઝલના જથ્થા સાથે પ્લાસ્ટીકની બે નોઝલ તેમજ પ્લાસ્ટીકનું એક કરવાળું કબજે કર્યું હતું. આથી પોલીસના હાથે ઝડપાયેલા બન્ને શખ્સો દ્વારા હોટલ પર હોલ્ટ કરતા ટ્રકચાલકો સાથે મિલીભગત કરી ટ્રકમાંથી ડિઝલની ચોરી કરી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આ બાબતે આગામી સમયમાં પોલીસ તપાસના અંતે જ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.