સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધાંગધ્રામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવનારા ચેતનપુરી ગોસ્વામી નામના ક્લાસ ટુ ઓફિસરને એસીબીએ રંગેહાથ લાંચ લેતા ઝડપાયા છે. ત્યારે એસીબીએ તેમને 17 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત ફરિયાદી પાસેથી બે કટકે 58 હજાર લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એન્ટિ-કરપ્શન બ્યૂરોના પીઆઈ આર.આર. સોલંકીના જણાવ્યા પ્રમાણે, ફરિયાદીનું હિતાચી મશીન તથા લોન્ચર ચેતનપુર ગોસ્વામી દ્વારા મીઠાના અગરમાંથી ઝડપી પાડવામાં આવ્યું હતું. ફરિયાદને કુડા ગામ પાસે આવેલી ફોરેસ્ટની બીટ ઓફિસે જઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરિયાદીને હિતાચી મશીન તથા લોન્ચર ડિટેઇન કરી કોર્ટમાં મોકલી મોટો દંડ કરવાનું તેમજ છ મહિના સુધી હિતાચી મશીન અને લોન્ચર નહીં છોડવાનું જણાવવામાં આવ્યું હતું. આ મામલે ચેતનપુરી ગોસ્વામીને દંડ ફટકારવામાં આવ્યો હતો.
અધિકારીએ આગળ તેમને જણાવ્યુ હતુ કે, દંડ ન ભરવો હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે. સમગ્ર મામલે ફરિયાદી અને આરોપી વચ્ચે રકઝક થતા અંતે 75 હજાર રૂપિયામાં ડિલ ફાઇનલ કરવામાં આવી હતી. આ અંતર્ગત 50 હજાર રૂપિયા 18મી માર્ચે ફરિયાદીએ આપ્યા હતા. ત્યારબાદ 19મી માર્ચે વધુ 8 હજાર રૂપિયા આપ્યા હતા. બાકીના 17 હજાર આજે માગવામાં આવ્યા હતા. તેને લઈને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.
ત્યારે એસીબીએ આ ઘટના મામલે છટકું ગોઠવ્યું હતું. જ્યારે આરોપી 17 હજાર રૂપિયા લેવા માટે આવ્યો ત્યારે એસીબીએ અધિકારીને 17 હજાર રુપિયા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી.