Home /News /surendranagar /

સુરેન્દ્રનગર: મેરા ગામે દંપતી પર ઘાતકી હુમલો, મહિલાનું ગળું કાપી હત્યા

સુરેન્દ્રનગર: મેરા ગામે દંપતી પર ઘાતકી હુમલો, મહિલાનું ગળું કાપી હત્યા

મેરા ગામ ખાતે હત્યાનો બનાવ (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

Surendranagar murder case: મેરા ગામ ખાતે દંપતી પર ઘાતકી હુમલો થયો છે. જેમાં મહિલાની હત્યા કરી દેવામાં આવી છે, જ્યારે તેના પતિને સારવાર માટે મહેસાણાની હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

    સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District)માં ફરી એકવાર ચકચાર મચાવતો બનાવ બન્યો છે. જેમાં એક દંપતી પર ઘાતકી (Attack on couple) હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મહિલાનું મૃત્યું થયું છે, જ્યારે તેના પતિને સારવાર માટે હૉસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો છે. આ બનાવ પાટડી તાલુકાના મેરા ગામ (Mera village) ખાતે બન્યો છે. જ્યાં મહિલાનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિવિધ કડીઓ મેળવવાનું શરૂ કર્યું છે, તેમજ શા માટે દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો તે સવાલનો જવાબ મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં છે.

    દંપતી પર હુમલો


    મળતી માહિતી પ્રમાણે પાટડી તાલુકાના મેરા ગામ ખાતે દંપતી પર ઘાતકી હુમલો થયો છે. જેમાં મહિલાની હત્યા કરી દેવામાં આવી છે, જ્યારે તેના પતિને સારવાર માટે મહેસાણાની હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.


    મહિલાનું ગળું કાપી નાખ્યું


    એવી વિગતો સામે આવી છે કે કોઈએ દંપતી પર હુમલો કરીને મહિલાનું ગળું કાપી નાખ્યું હતું. જ્યારે તેના પતિના ગળા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ તેની મહેસાણા ખાતે સારવાર ચાલી રહી છે. હુમલાની ઘટના બાદ ગામ ખાતે દલિત સમાજના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. બીજી તરફ મહિલાની જે રીતે ગળું કાપીને ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે, તેને લઈને ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.



    સામે આવેલી તસવીરોમાં મહિલાની હત્યા કરવામાં આવે છે તે રૂમમાં લોહીના ખાબોચિયા ભરાયાનું જોઈ શકાય છે. મહિલાની લાશ લોહીથી લથબથ હાલતમાં મળી આવી હતી. બનાવ બાદ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો પણ ગામ ખાતે દોડી ગયા હતા.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    1) માતા સગીર દીકરી પાસે કરાવતી હતી દેહવેપાર

    સાબરકાંઠા જિલ્લામાં માતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં સગીર દીકરીએ તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે. સગીરાનો આક્ષેપ છે કે સગી જનેતા તેની પાસે દેહવેપાર કરાવતી હતી. આ ઉપરાંત માતાનો પ્રેમી (Lover) પણ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધતો હતો. સગીરા ના કહેતી છતાં તેની માતા બે હજાર જેટલી રકમ લઈને પરપુરુષોનો બોલાવતી હતી. આ મામલે હિંમતનગર એ ડિવિજન પોલીસ મથક (Himmatnagar A division Police station) ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.  (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

    2) કેસર કેરીના બોક્સમાંથી જે વસ્તુ મળી તેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

    હાલ ગુજરાતમાં કેરીની સિઝન (Kesar Mango season) ચાલી રહી છે. તેમાં પણ તાલાળા ગીર (Talala Gir)ની કેસર કેરીની બોલબાલા છે. જોકે, હાલ કેસર કેરીની સિઝન પૂર્ણ થવાને આરે છે. હવે પછી માર્કેટમાં કચ્છી કેરી (Kutch Kesar Mango)નું મોટા પ્રમાણમાં આગમન થશે. આ દરમિયાન ગીર-સોમનાથ પોલીસે (Gir-Somnath Police) કેસર કેરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. કેસર કેરીના બોક્સમાંથી દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી હતી.  (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Couple, Surendranagar, ગુનો, પોલીસ

    આગામી સમાચાર