Home /News /surendranagar /સુરેન્દ્રનગર: પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ સુરતના પીઆઇ વિરૂદ્ધ ફરિયાદ

સુરેન્દ્રનગર: પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ સુરતના પીઆઇ વિરૂદ્ધ ફરિયાદ

એકતરફી પ્રેમમાં પાગલ સુરતના પીઆઇ વિરૂદ્ધ ફરિયાદ

Complaint Against Surat PI: સુરત પીઆઈ યશપાલસિંહ ગોહિલે પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને એક મહિલાને પજવણી કર્યાની ફરિયાદ નોંધાઈ. પરિણીતાને વારંવાર મેસેજો કરીને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના પોલીસ ઈન્સ્પેક્ટર પર પોતાની સત્તાનો દુરપયોગ કરવાની રાવ ઉઠી છે.

વધુ જુઓ ...
    સુરેન્દ્રનગર: સુરત પોલીસની રંગબાજીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત પોલીસ ઈન્સ્પેક્ટર યશપાલસિંહ ગોહિલ પર પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને એક મહિલાને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરની પરિણીતાને વારંવાર મેસેજ કરીને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના પોલીસ ઈન્સ્પેક્ટર પર પોતાની સત્તાનો દુરપયોગ કરવાની રાવ ઉઠી છે.

    પીઆઈએ પરિણીતાના પરિવારને પણ ધમકાવ્યો હતો


    મળતી માહિતી પ્રમાણે મૂળ ગોહિલવાડના રહેવાસી અને હાલ સુરત ખાતે પોલીસ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવતા યશપાલસિંહ સુરેન્દ્રનગરની એક પરિણીતાને કોલ અને મેસેજ કરીને હેરાન પરેશાન કરતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકમાં પરિણીતાએ ફરિયાદ નોંઘાવી છે. તેની સાથે પીઆઈ પર પરિણીતાના પરિવારને પણ ધમકાવાની ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, પીઆઈ ગોહિલ પોતાના 10 અલગ અલગ મોબાઈલ ફોનથી મેસેજ અને ફોન કરીને પરિણીતા અને તેના પરિવારને હેરાન કરતો હતો.

    આ પણ વાંચો: અજિત પટેલનો મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાયરલ થતાં ભાજપ ધુંઆપૂંઆ

    પીઆઈ પર સત્તાનો દુરપયોગ કરાવાનો આરોપ


    આ સાથે તેમના પર સત્તાનો અને વગનો દુરુપયોગ કરાવાનો આરોપ લગાવામાં આવ્યો છે. સત્તાનો દુરુપયોગ કરીને પરિણીતાના ફોનની કોલ ડીટેઈલ કઢાવીને પરિણીતાના નજીકના તમામની પજવણી કરતો હતો. સુરેન્દ્રનગરની પરિણીતાના એકતરફી પ્રેમમાં પાગલ સુરતના પીઆઇ વિરૂદ્ધ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પીઆઇ યશપાલસિંહ ગોહિલ તેમના હોદ્દાનો દુરુઉપયોગ કરી પરિણીતાની કોલ ડિટેઇલ કઢાવી પરિણીતા જે વ્યક્તિઓ સાથે વાત કરતી હતી તે લોકોને ફોન તેમજ બીભત્સ મેસેજ કરી પરેશાન કરતો હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે.


    પીઆઈએ મહિલાના ઘરે ધસી જઇ મહિલાને લાફા પણ માર્યો હતા


    ફરિયાદ પ્રમાણે અગાઉ અંદાજે 6 માસ પહેલા પીઆઇ તેમના ડ્રાઇવર સાથે મહિલાના ઘરે ધસી જઇ મહિલાને લાફા ઝીંકી દીધા હતા. આ સાથે જ પીઆઈ યશપાલસિંહે પરિણીતાનો મોર્ફ કરીને બીભત્સ વીડિયો બનાવી પરિણીતાના જેઠના મોબાઇલમાં મોકલ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે પીઆઇ તેમજ તેમના ડ્રાઇવર જતીન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Surat police, Surendranagar police, ગુજરાત પોલીસ, પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन