Home /News /surendranagar /સુરેન્દ્રનગરઃ લીંબડીમાં આખલાની અડફેટે ચઢતા સ્કૂલે જતાં માસૂમનું કરુણ મોત, છવાઈ ગમગીની

સુરેન્દ્રનગરઃ લીંબડીમાં આખલાની અડફેટે ચઢતા સ્કૂલે જતાં માસૂમનું કરુણ મોત, છવાઈ ગમગીની

લીંબડીમાં આખલાની અડફેટે ચઢતા ધોરણ-1માં ભણતા બાળકનું મોત

Limdi Bull Attack Death: સુરેન્દ્રનગરના લીંબડીમાં ધોરણ-1માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે આખલાએ અડફેટે લેતા કરુણ મોત થયું છે. બે આખલાની લડાઈમાં બાળક અડફેટે આવી જતા તેને ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું છે. પરિવાર તથા સ્થાનિકોમાં ભારે ગમગીની છવાઈ છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Surendranagar, India
સુરેન્દ્રનગરઃ રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેમાં આ વખતે લીંબડીમાં આખલાએ બાળકને અડફેટે લેતા તેનું કરુણ મોત થઈ ગયું છે. સ્કૂલે જઈ રહેલા ધોરણ-1માં અભ્યાસ કરતા બાળકનું મોત થયું છે. આ ઘટનાથી લોકોમાં રખડતા ઢોરના આંતક પ્રત્યે ભારે આક્રોશ સાથે શોકની લાગણી પ્રવર્તિ રહી છે.

લીંબડીના ટિંબલા ગામે બે આખલા યુદ્ધે ચઢ્યા હતા તે દરમિયાન તેમણે વીરાજ મેટાળીયા નામના માસૂમને અડફેટે લીધો હતો. આખલાએ બાળકને ખુંદી નાખતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ થયેલા વીરાજને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું હતું. આ અંગે પરિવારમાં જાણ થતાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ સ્કૂલ બસ ભડકે બળી, મદદ માટે દોડી આવ્યા ખેડૂતો

ધોરણ-1માં અભ્યાસ કરતો વીરાજ જ્યારે સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે આખલાની લડાઈમાં તે અડફેટે ચઢ્યો હતો. ગામમાં આખલા લડી રહ્યા હતા ત્યારે વીરાજને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ આખલાનો આતંક જોઈને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. વહીવટી તંત્ર દ્વારા રખડતા પશુઓ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ ઉઠી રહી છે.


સવાર સુધી પરિવારમાં હસતું રમતું બાળક સ્કૂલે જતા ઢોરની અડફેટે ચઢતા મોતને ભેટતા પરિવાર સહિત સ્થાનિકોને ભારે આઘાત લાગ્યો છે. ઘરના માસૂમને ગુમાવવા પર ભારે ગમગીની છવાઈ છે.
First published:

Tags: Bull fight, Gujarati news, Surendrangar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો