Home /News /surendranagar /Gujarat Assembly Election: ચૂંટણી જીતવા ભાજપનો નવતર પ્રયોગ, સીઆર પાટીલે કાર્યકર્તાઓને આપી જાણકારી

Gujarat Assembly Election: ચૂંટણી જીતવા ભાજપનો નવતર પ્રયોગ, સીઆર પાટીલે કાર્યકર્તાઓને આપી જાણકારી

વન વે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રુમખ સી.આર. પાટીલ સુરેન્દ્રનગરમાં કાર્યકરોની વચ્ચે પહોંચ્યા હતા.

વન વે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રુમખ સી.આર. પાટીલ સુરેન્દ્રનગરમાં કાર્યકરોની વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે ભવ્ય રોડ શો પણ કર્યો હતો અને આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉમટ્યા હતા.

વધુ જુઓ ...
સુરેન્દ્રનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)ને લઇ ભાજપ (BJP) દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (Gujarat BJP) એક્શન મોડમાં આવી ગઇ હોય તેમ સતત સભાઓ થઇ રહી છે ત્યાં જ પાર્ટી કાર્યકર્તાઓથી લઇ પેજ પ્રમુખ અને નેતાઓને પણ અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (CR Patil)પણ સુરેન્દ્રનગર (Surendranagar)માં એક નિવેદન આપ્યું છે અને પાર્ટી કાર્યકર્તાઓને એક નવતર પ્રયોગ કરવા જણાવ્યું છે.

રાજ્યમાં ચૂંટણી જીતવા ભાજપ દ્વારા નવો પ્રયોગ શરૂ કરાયો છે. સુરેન્દ્રનગરમાં સી.આર.પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા એક નિવેદન આપ્યું છે. કાર્યકરોને સંબોધન કરતા પાટીલે જાણકારી આપી હતી કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર માટે ભાજપે નવતર પ્રયોગ કરશે. જેના અનુસંધાનમાં પાર્ટીના કાર્યકર્તાઓએ અન્ય મત વિસ્તારના પોતાના સગા-સંબંધીઓને ફોન અને મેસેજ કરવાના રહેશે.



સુરેન્દ્રનગરમાં કાર્યકર્તાઓે સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે,"આખા ગુજરાતમાં તમારા કોઇને કોઇ ઓળખીતાઓ હશે. વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા જ તમારે તમારા સગાસંબંધીઓને મેસેજ કે ફોન કરવાના રહેશે અને તેમને જાણકારી આપવી કે, તમારા મતવિસ્તારમાં જે ભાજપના ઉમેદવાર છે તેમને મત આપવો. તમારી ભલામણ થશે તો તમારી વાત તમારા સગા ટાળશે નહીં અને તમારો એક ફોન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત અપાવશે."

આ પણ વાંચો- 144 વર્ષમાં પ્રથમવાર ભગવાન જગન્નાથને પહેરાવાશે સોના અને હીરાજડિત બખ્તર

વન વે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રુમખ સી.આર. પાટીલ સુરેન્દ્રનગરમાં કાર્યકરોની વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે ભવ્ય રોડ શો પણ કર્યો હતો અને આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉમટ્યા હતા. જ્યાં કાર્યકરોને સંબોધતા પાટીલે જિલ્લાની પાંચ બેઠકો જીતાડવા જ નહીં પરંતુ તમામ ઉમેદવારોને પચાસ હજાર વોટોથી જીતાડવા માટે હાંકલ કરી હતી. વધુમાં તેમણે કાર્યકરોને ટિકિટની ફાળવણીને લઇ ભલામણો કે ગ્રુપરિઝમમાં વહેંચવાની નહીં પણ પક્ષ માટે કામ કરવા જણાવ્યું હતું. કારણ કે જિલ્લામાં કોને ટિકિટ આપવી તેનો રિપોર્ટ પીએમ નરેન્દ્ર મોદી અન અમિત શાહ પાસે તૈયાર છે.
First published:

Tags: BJP Guajrat, CR Patil, Gujarat Elections, Surendrangar, સુરેન્દ્રનગર

विज्ञापन