સુરેન્દ્રનગર વિશ્વમાં તમાકુ વ્યશન મુક્ત સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ત્યારે દેશ ભરનું યુવાધન તમાકુ બીડી સિગારેટ અને ગુઠકા જેવા વ્યશનમાં યુવાધન મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. દેશમાં ગુટકા પાર અનેક રાજ્યોમાં પ્રતિબંધ મુકાયો છે સરકારના પ્રતિબંધની અમલવારી નીષ્ફળ રહી છે જયારે યુવાધન ગુટકાના વ્યશન થી કેંન્સર જેવી જીવલેણ બિમારિયો નો ભોગ બન્યો છે
સુરેન્દ્રનગર થી 10 માઈલ ના અંતરે આવેલું નાના કેરાળા ગામ આવેલું છે. નાના ખોબા જેવા ગામમાં 1500 વસ્તી છે. રળિયામણા ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓ છે પણ ગામના યુવા ધન તમાકુ અને ગુઠખા ના વ્યશનમાં ગામના 10 જેટલા યુવકો વ્યસનના કારણે કેન્સર જેવી બીમારી નો ભોગ બનતા મૃત્યુ પામ્યા યુવા ધન બરબાદ થયા બાદ ગામના યુવા માજી સરપંચ અને ગામ લોકોએ વ્યશન સામે લાડવાનો સંકલ્પ કરીને કેરાલા ગામની દુકાનોમાં વેંચતા બાળી તમાકુ માવા ગુટખા બંધ કરાવી પ્રતિબંધ લાઘ્યો
સમજુ ગામ લોકોએ આ નિર્ણયને આવકાર્યો અને એક કમીટી ગથન કરી નાના કેરળ ગામમાં, જો કોઈ બીડી તમાકુ ગુટખા વેચશે તો દુકાનદારને રૂ. 5000 હજારનો દંડ અને જો કોઈ યુવક પણ માવા ગુટખા ખાતો જોવા મળે તો, 500 રૂપિયાંનો દંડ કમીટી વસૂલશે ગામના પૂર્વ સર્પાણાંચ સહીત સમજુ લોકોના નિર્ણયને ગામ અને દુકાનદર વેપારીઓએ આવકારી દુકાનમાં તેનું વેચાણ બંધ કર્યું.
આ અંગે ગામના લોકોએ 10-10 યુવાધન ગુમાવ્યા બાદ આવનારી પેઢીને પણ વ્યશન મુક્ત રાખવાનો નિર્ણયને ઠેર ઠેર આવકાર મળ્યો છે, વ્યશન મુક્ત ગામ બન્યાનો નાના કેરાળા ગામનો મોટો નિર્ણ્ય અન્ય ગામને રાહ ચીંધી રહ્યો છે.