સુરેન્દ્રનગર નજીક લીમડી-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં 15થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જેમને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, લીમડી-રાજકોટ હાઈવે પર આજે ગેસ ભરેલ ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બસમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેમને 108 મારફતે હાલમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લીમડી-રાજકોટ મેન હાઈવે પર અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મહત્વની વાત એ છે કે, ગેસ ભરેલ ટેન્કરને અકસ્માત થતાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.