Home /News /surendranagar /વઢવાણની આંગડીયા પેઢીમાં ધોળા દિવસે રૂ.71.44 લાખની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યા

વઢવાણની આંગડીયા પેઢીમાં ધોળા દિવસે રૂ.71.44 લાખની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યા

પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી અને રૂપીયા 11 લાખ જેવી રોકડ રકમ રીકવર કરી હતી. 

Surendranagar Crime: વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં આવેલ પી.એમ. આંગડીયા પેઢીમાં આજે બપોરના સમયે કર્મચારીને ઇજાઓ પહોચાડી અને રૂપીયા 71.44 લાખની લૂંટ કરી અજાણ્યા આરોપીઓ ફરાર થવાનો મેસેજ પોલીસને મળ્યો હતો.

    અક્ષયકુમાર જોશી, સુરેન્દ્રનગર:  વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં આવેલ પી.એમ. આંગડીયા પેઢીમાં ધોળા દિવસે રૂપીયા 71.44 લાખની લૂંટની જાણકારી પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા લૂંટની ઘટના પરથી ગણતરીની કલાકોમાં પડદો ઉંચકાઇ ગયો હતો અને આંગડીયા પેઢીના કર્મચારીએ જે એક અન્ય આરોપી સાથે મળી રકમ સગેવગે કરવાનું તરકટ સામે આવ્યુ હતુ. પોલીસે આંગડીયા પેઢીના કર્મચારી સહીત બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ભાવનગરના 4 શખ્સો ફરાર થઇ ગયા હતા. જેમને સુરેન્દ્રનગર પોલીસે ભાવનગર શિહોર રોડ પરથી રોકડા રૂપિયા 57,45000 સાથે દબોચી લઇ વધુ પૂંછપરછ હાથ ધરી છે.

    વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં આવેલ પી.એમ. આંગડીયા પેઢીમાં આજે બપોરના સમયે કર્મચારીને ઇજાઓ પહોચાડી અને રૂપીયા 71.44 લાખની લૂંટ કરી અજાણ્યા આરોપીઓ ફરાર થવાનો મેસેજ પોલીસને મળતા શહેરની બી. ડીવીઝન પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઇન્ચાર્જ DSP પી.પી. પટેલ તેમજ DySP એચ.પી.દોશી LCB SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરતા પોલીસે આંગડીયા પેઢીના CCTV ચેક કરવા માટે જતા CCTV નું  DVR ગુમ હતુ. જેથી પોલીસને શંકા ગઇ હતી કે આ લૂંટમાં કોઇ જાણભેદુ સામેલ હોઇ શકે છે.

    આ પણ વાંચો- જોજો મોંઘા મોબાઈલની લાલચમાં કાંચના ટુકડા ન ખરીદી લેતા

    આથી પોલીસે આંગડીયા પેઢીના ઇજાગ્રસ્ત કર્મચારી યશપાલ ચૌહાણને પોલીસ મથકે લાવી આકરી ભાષામાં વાત કરતા આરોપીએ સમગ્ર ઘટના ઉપજાઉ અને લૂંટનું તરકટ રચ્યું હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે આરોપી યશપાલ ચૌહાણની પૂંછપરછ હાથ ધરતા તેણે તેની સાથે રૂપીયા મુકવા જવા માટે તેની મદદગારીમાં રવિરાજસિંહ મોરી હોવાની કબુલાત આપતા પોલીસે તાત્કાલિક રવિરાજની પણ ધરપકડ કરી અને પુછપરછમાં આરોપીઓએ આંગડીયા પેઢીના 71.44 લાખ મેળાપણુ કરી અને સગેવગે કરી અને હાથથી જ ઇજાઓ પહોંચાડી અને લૂંટનું તરકટ રચ્યું હતુ.

    આ પણ વાંચો- મહિલાએ નંબર આપવાની ના પાડી તો યુવકે કર્યો કુહાડીથી હુમલો!

    જેથી પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી અને રૂપીયા 11 લાખ જેવી રોકડ રકમ રીકવર કરી હતી. તેમજ મુખ્ય આરોપી યશપાલ ચૌહાણ અને રવિરાજસિંહ મોરીની ધરપકડ કરી અને આકરી પુછપરછ હાથ ધરી હતી. જેમ‍ાં લૂંટમાં ભાવનગરના કલ્પેશ ઉર્ફે કપો નાથાભાઇ કોતર, સુરેશ ઉર્ફે ગલ્લી કાવાભાઇ ચાવડા, કેતન હમીરભાઇ ચાવડા અને ઘનશ્યામ ઉર્ફે ઘનો નોંધાભાઇ કોતર પણ સંડોવાયેલા હોવાની વિગતો બહાર આવી હતી. અને આ ચારેય શખ્સો પોલીસથી સંતાતા નાસતા ફરતા હતા ત્યારે ફરાર આ ચારેય શખ્સો શિંહોર ભાવનગર રોડ પર આવેલ ખાખરીયા ગામના પાટીયા પાસે ઉભા હોવાની બાતમી મળતા પોલીસે ચારેય શખ્સોને દબોચી લીધા હતાં. અને રોકડા રૂપિયા ૫૭, ૪૫, ૦૦૦ તથા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ બે કાર સહીત નો મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Surendranagar, Surendranagar Crime, Surendranagar police, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन