Home /News /surendranagar /સુરેન્દ્રનગર: મોત બનીને ત્રાટકી આકાશી વીજળી, ખારવા ગામે 10 ગાયનાં મોત

સુરેન્દ્રનગર: મોત બનીને ત્રાટકી આકાશી વીજળી, ખારવા ગામે 10 ગાયનાં મોત

વીજળી પડતા 10 ગાયનાં મોત

Surendranagar Lighting strike: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાને લઈને અમાદવાદ હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

વધુ જુઓ ...
    સુરેન્દ્રનગર: હાલ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જામ્યો છે. સામાન્ય રીતે ભાદરવાના વરસાદમાં વીજળીના કડાકાને ભડાકા થતા હોય છે. એ જ રીતે રાજ્યમાં દરરોજ વીજળી પડવાને કારણે જાનહાનીની સમચાાર મળી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશી વીજળી ત્રાટકતા 10 અબોલ પશુનાં મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. વઢવાણના ખારવા ગામે વીજળી પડતા 10 પશુનાં મોત થયા છે. અહીં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા થયા હતા, જેમાં 10 પશુનાં મોત થયા હતા. ખારવા ગામના સિંધવ હરેશભાઇ પોપટભાઇ નામના પશુપાલકની 10 ગાયો પર વીજળી પડતા તમામનાં મોત થયા હતા. આ વર્ષે જિલ્લામાં વીજળી પડવાના બનાવોમાં સતત વધારો નોંધાયો છે.

    રાજ્યમાં વરસાદની આગાહી


    ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાને લઈને અમાદવાદ હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જે મુજબ આગામી તા. 14/09/2022ના રોજ સૈારાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા તા.15/09/2022ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

    રાજ્યના જળાશયોની સ્થિતિ


    મંગળવારે સિંચાઈ વિભાગના અધિકારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 324375 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 97.10% છે. રાજયનાં 206 જળાશયોમાં 476235 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 85.32% છે. હાલમાં રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર, 16 જળાશય એલર્ટ ૫ર તેમજ 17 જળાશય વોર્નીગ ઉ૫ર છે.

    આ પણ વાંચો: પત્ની અન્ય યુવક સાથે ભાગી જતા પતિનો આપઘાત, આત્મહત્યા પહેલાનો વીડિયો વાયરલ

    એનડીઆરએફની આઠ ટીમ તૈનાત


    રાજયમાં હાલ NDRFની આઠ ટીમો ડીપ્લોય કરાઇ છે, જેમાં ભરૂચ-1, ભાવનગર-1, ગીર સોમનાથ-1, કચ્છ-1, નર્મદા-1, નવસારી-1, રાજકોટ-1, સુરત-1 એનડીઆરએફની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 5 એમ કુલ-07 ટીમો રીઝર્વ રખાઇ છે. જ્યારે રાજયમાં હાલ SDRFની કુલ-11 ટીમ સ્ટેન્ડબાય છે.

    આ પણ વાંચો: ચોમાસાની વિદાય અને નવરાત્રીમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી

    ચોમાસાની વિદાય ક્યારે?


    હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 15 સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. આ વર્ષે નવરાત્રી ચોમાસાના વિદાય સમય વચ્ચે આવે છે. આ કારણે ચોમાસામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
    " isDesktop="true" id="1250272" >

    ગુજરાતમાં પડેલો વરસાદ


    ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વાત જોઈએ તો સરેરાશ 107.06 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 165.58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 114.29 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 87.90 ટકા, સૌરાષ્ટ્રમાં 96.27 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 115.54 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Cow, Lightning, Surendranagar, ચોમાસુ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन