Home /News /surat /Surat: 'આવો તો રમવાને...' આ વર્ષે મેદાનમાં રમવા થનગની રહ્યાં છે ખેલૈયાઓ, કેવી કરી છે તૈયારીઓ ?

Surat: 'આવો તો રમવાને...' આ વર્ષે મેદાનમાં રમવા થનગની રહ્યાં છે ખેલૈયાઓ, કેવી કરી છે તૈયારીઓ ?

Self

Self

    MEHALI TAILOR, SURAT: કોરોનાના ત્રણ વર્ષ બાદ ફરી દરેક તહેવારોનો રંગ જમ્યો છે. તેમાં પણ ખાસ આ વર્ષે નવરાત્રીનો તહેવાર જેની દરેક ગુજરાતી રાહ જોઈને ને બેઠા હોય છે. તે હવે આવી જ ગઈ છે. ત્રણ વર્ષ બાદ આ વર્ષે ફરી ગુજરાતના દરેક પાર્ટી પ્લોટએ ખૈલયાઓથી ભરાઈ જશે અને ગરબાના ગીતથી ગુંજી ઉઠશે. અને આ ખૈલાયાઓનો ઉત્સાહ વધારવા માટે સુરતના દરેક પાર્ટી પ્લોટમાં બેસ્ટ ખૈલાયાઓને હજારોના ઇનામો પણ આપવામાં આવે છે.ત્યારે આ વર્ષે ફરીથી પાર્ટી પ્લોટમાં રમવા માટે અને પોતાનું બેસ્ટ પફોમન્સ આપવાની તૈયારી દરેક ખૈલાયાઓએ કરી દીધી છે.અને આ માટે દરેક ખૈલયા તનતોડ મેહનત પણ કરી રહ્યા છે.



    સુરતના જેકી ખૈલયા ગ્રુપના પૂજા અને જય જે કોરોના ત્રણ વર્ષ પેહલા સતત બાર વર્ષથી બેસ્ટ કપલના ઇનામો જીતી રહ્યા છે.તેમણે આ વર્ષે પણ પાર્ટી પ્લોટમાં રમવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. જય અને પૂજાએ જણાવ્યું હતું. કે છેલ્લા ત્રણ વર્ષથી મોટા પાયે નવરાત્રીનું આયોજન થયું ન હતું. અને ગરબા ક્લાસ પણ શરુ થયા ન હતા. અને ત્રણ વર્ષ બાદ ફરી ગરબા ક્લાસ શરુ થતા અમે ગરબા રમવાની તૈયારીઓ છેલ્લા બે મહિનાથી રોજ ચારથી પાંચ કલાક દોઢિયાંની પેક્ટિસ કરે છે. અને આ પ્રેક્ટિસ દરમિયાન તેઓ તેમના હાથ પગના સ્ટેપની સાથે તેમની સ્માઈલ,તેમની એક બીજા સાથે ટયુનિંગ, અને રિધમની સાથે બદલાતા સ્ટેપની પ્રેક્ટિસ રોજ કરે છે.અને જયારે ઘણા બધા કપલ સરસ રીતે દોઢિયાં રમતા હોય ત્યારે તેઓ કઈ રીતે વધારે સમય સુધી આકર્ષક ગરબા રમે તેની પ્રેક્ટિસ કરે છે. અને પાંચથી છ કલાક પણ સતત દોઢિયાં રમ્યા પછી પણ ચહેરા પણ થાક્યા વિના એવી જ સ્માઈલ અને એવો જ ઉત્સાહ દેખાવો ખુબ જરૂરી છે. જેથી તેઓ સ્ટેપ પ્રમાણે તેની ખુબ પ્રેક્ટિસ કરે છે.


    ઝિયા બારડોલીયા છ વર્ષની હતી ત્યારે જ ગરબા શીખવાનું શરુ કર્યું હતું. અને તેને દર વર્ષે બેસ્ટ ખૈલયાના ઇનામો મળે છે. તેણે જણાવ્યું હતું કે તેને ગરબાનો ઘણો જ શોખ હોબાથી સ્કૂલ અને ટ્યુશન પછી તે ચાર કલાક મેહનત કરે છે અને તેને તેમાં ઘણી મજા પણ આવે છે ને થાક લાગતો નથી છેલ્લા બે મહિનાથી રોજ આટલી પ્રેક્ટિસ કર્યા બાદ જયારે ગ્રાઉન્ડ પર રમવામાં આવે છે. ત્યારે પણ થાક લાગતો નથી. અને રમતી વખતે હું ગાયકોની રિધમમાં ખોવાઈ જઈને મારુ બેસ્ટ પફોમન્સ આપું છે .



     ખૈલાયા નવરાત્રી માટે ખાસ પ્રકારના કપડાં ડિઝાઇન કરે છે.જેનો ખર્ચ પંદરથી વીસ હાજર હોય છે. આ ઉપરાંત તેમને ખાસ પ્રકારનો મેકઅપ કરવામાં આવે છે.તેનો ખર્ચ આશરે પંદર હાજર હોય છે. અને તેમના ખાસ પ્રકારના ઘણેણા હોય છે તેમનો ખર્ચ પણ આશરે સત્તરથી અઢાર હાજર હોય છે. અને આ વર્ષે ઓણ આવી ખાસ તૈયારીઓ ખૈલાયા દ્વારા કરી દેવામાં આવી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Garba, Navratri, Navratri 2022, સુરત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन