Union
Budget 2023

Highlights

Home /News /surat /સુરત : જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરી, શહેર છોડીને ભાગે તે પહેલાં પોલીસે પકડી લીધા

સુરત : જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરી, શહેર છોડીને ભાગે તે પહેલાં પોલીસે પકડી લીધા

Surat News : સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં હત્યા, આરોપીઓ શહેર છોડે તે પહેલા પકાડાયા

Surat News : સુરતના સચિન જીઆઈડીસીમાં (Surat Sachin GIDC) ઉંન ભીંડી બજાર હુશેનીયા મસ્જીદની બાજુમાં યુનીક સ્કુલ પાસે ચાર રસ્તા ઉપર જાહેરમાં જૂના ઝઘડાની અદાવતમાં પાંચ થી છ જેટલા ઈસમોએ જાહેરમાં એક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી 

વધુ જુઓ ...
સુરત :  સચીન જી.આઈ.ડી.સી. (Sachin GIDC) ઉંન ભીંડી બજાર હુશેનીયા મસ્જીદની બાજુમાં યુનીક સ્કુલ પાસે ચાર રસ્તા ઉપર જાહેરમાં જુના ઝઘડાની અદાવતમાં પાંચ થી છ જેટલા ઈસમોએ જાહેરમાં એક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી (Schin Murder)  હતી. આ હત્યા કેસમાં  પોલીસે ગણતરીના (Surat Police)  કલાકમાં પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા.  આરોપીઓએ મૃતક સાથે રમજાન માસમાં થયેલા ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા (Murder in Surat Sachin)  કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગતરોજ સુરતના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની કેટલાક ઇસમો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો : સુરત : 'તું શ્યામ છે, અમારા દીકરા સાથે શોભતી નથી,' પરિણીતાએ દીકરી સાથે તાપીમાં કૂદી જિંદગી ટૂંકાવી

જોકે યુવકની હત્યા કરનારા યુવકો તમામ લોકો મિત્રો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સચીન જી.આઈ.ડી.સી. ઉંન ભીંડી બજાર હુશેનીયા મસ્જીદની બાજુમાં યુનીક સ્કુલ પાસે ચાર રસ્તા ઉપર જાહેરમાં જુના ઝઘડાની અદાવતમાં પાંચ થી છ જેટલા ઈસમોએ જાહેરમાં એક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. જે બાબતે સચીન પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ વિથ મર્ડરનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

આ શખ્સો નાસી જાય તે પહેલાં પકડાયા

ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડવાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ તમામ આરોપીઓ કોસાડ આવાસ પાસે ભેગા થવાના છે  એવી બાતમી પોલીસને મળી હતી. પોલીસે આ બાતમીના આધારે ઉપરોક્ત ટીમના માણસોએ કોસાડ આવાસ એચ / 1 બિલ્ડીંગ પાસે ફિલ્ડીંગ ગોઠવી આરોપી ( 1) શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ રહે માનદરવાજા સી / ટેનામેન્ટ સલાબતપુરા સુરતાર રહીમ ઉર્ફે હજરત અલાઉદીન શેખ રહે . આદર્શ કાંટાની પાછળ રોડ નં .3 સંજયનગર ઝુપડપટ્ટી ઉધના સુરત ( 3 ) રોહીત અખીલેશ શાં રહે , પ્લોટ નં 2698 એ અવિર્ભાવ સોસા -૨ પાંડેસરા સુરત ( 4 ) શરીફ ઉર્ફે અતુલ યુનુસ શેખ રહે . બિલ્ડીંગ નં . એ / 116 રૂમ નં .15 ડીંડોલી આવાસ સુરત ( 5 ) ફૈઝલ ઉર્ફે દુધ મુખ્તાર શેખ રહે . બિલ્ડીંગ નં . એ / ૧૧૫ રૂમ નં .15ડીંડોલી આસને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી

કેટલાક આરોપી વોન્ટેડ

આરોપીઓની પૂછપરછ કરતા આરોપી  શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખે જણાવ્યું કે મૃતક અખ્તર ઉર્ફે અક્કે મુખ્તાર માસુમ શેખ તેનો મિત્ર હતો અને ગયા રમજાન માસમાં આરોપી શાહરૂખ ઉર્ફે સેવન તથા મરણજનાર અખ્તર ઉર્ફે અક્કો શેખ બન્ને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. જે વાતનું મનદુ ; ખ રાખી અને તેની સાથે થયેલ ઝઘડાનો બદલો લેવા ગતરોજ રાત્રીના સમયે ઉપરોક્ત તમામ આરોપીઓ તથા આ ગુન્હામાં વોન્ટેડ આરોપી એમ બધા ભેગા મળી ઉન ભીંડી બજાર ઉપર ફરતા હતા.

ફટકા ચપ્પુના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યો

દરમ્યાન હુશેનીયા મસ્જીદની બાજુમાં યુનીક સ્કુલ પાસે ચાર રસ્તા ઉપર રીક્ષામાં આ અકકે  બેસેલ હોવાનુ ખબર પડતા તમામ આરોપીઓએ તેને મારી નાંખવાના ઇરાદે અક્કે  કાંઈ સમજે તે પહેલા તેની ઉપર ચપ્પુ , ફટકા સાથે તુટી પડ્યા અને તેને ફટકા તથા ચપ્પુ વડે શરીર ઉપર આડેધડ ઘા મારી તેને લોહીલુહાણ કરી નાસી ગયેલ હતા.

આ પણ વાંચો :  Surat Crime: સુરતમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા, હાથની નસ કાપી તલવાર-છરીના 9 ઘા મારી દીધા

હત્યારાઓની ક્રાઈમ કુંડળી

સુરત છોડીને કોઈ બીજી જગ્યાએ ભાગવાનો પ્લાન બનાવવા કોસાડ આવાસ ખાતે ભેગા થતા પોલીસે તેમને પકડી પાડ્યા હતા જોકે પકડાયેલ આરોપી ભૂતકાળ કનેક ગુનામાં સંડોવાયેલા આરોપી શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખનો સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયેલો છે જ્યારે રોહીત અખીલેશ શર્માપાંડેસરામાં બે અને ઉમરા પોલીસ સ્ટેશનમાં એક મળી ત્રણ જેટલા ગુના દાખલ થયેલા છે ફેઝલ ઉર્ફે દુધ મુખ્તાર શેખનો સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનની બાજુમાં ચોરીના ગુનામાં ભૂતકાળમાં પકડાઈ ગયેલ છે. જોકે પોલીસે ઝડપાયેલા તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, દક્ષિણ ગુજરાત, સુરત, સુરતના સમાચાર, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन