Home /News /surat /સુરત : બેસતા વર્ષની લોહિયાળ શરૂઆત! પેટ્રોલ પમ્પ પર લાઇનમાં આડા આવેલા યુવકની છરાના ઘા ઝીંકી હત્યા

સુરત : બેસતા વર્ષની લોહિયાળ શરૂઆત! પેટ્રોલ પમ્પ પર લાઇનમાં આડા આવેલા યુવકની છરાના ઘા ઝીંકી હત્યા

સુરતમાં બેસતા વર્ષે જ હત્યાનો સિલસિલ જારી

Surat News: સુરતના ગોડાદરા (godadara Surat Petrol Pump Murder) વિસ્તારમાં પેટ્રોલ પમ્પ પર લાઇન તોડી વચ્ચે ઘૂસવા જતા યુવકને મળ્યું મોત, ત્રણ યુવકોએ સાથળમાં છરાના ઘા ઝીંકતા મોત

Surat Murder :  સુરતમાં (Surat Murder) સામાન્ય બાદ હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે નવા વર્ષના દિવસે સુરતના ગોડાદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ છે (Surat Murder of Youth on Gujarati New year) પેટ્રોલ પંપમાં લાઈનમાં ઊભા રહેવા થયેલા ઝઘડાને લઇને ત્રણ યુવકોએ પેટ્રોલ પંપની બહાર એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે (Surat Godadara Murder) મોત થયું હતું. હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જયેશ નામના આ યુવકને પેટ્રોલ પમ્પની લાઇનમાં વચ્ચે ઘૂસ મારવા જતા મોત મળ્યું છે. જોકે, આ ઘટના સામાન્ય હતી અને તેમાં હત્યા જેવો સંગીન અપરાધ ઘટી જતા હાહાકાર મચી ગયો છે.સ

ગુજરાતનું આર્થિક પાટનગર સુરત બન્યું છે ત્યારે સુરતમાં સામાન્ય બાબતે છેલ્લા લાંબા સમયથી હત્યાઓની સતત ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે દિવાળી બજાવતા નવા વર્ષના દિવસે સુરતમાં સામાન્ય બાબતે એક યુવકની હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સુરતના ગો઼ડાદરા વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પાસે કેટલાક લોકો લાઈનમાં ઊભા હતા.

પેટ્રોલ પમ્પ પર થયેલી બોલાચાલી બની લોહિયાળ

ત્યારે જયેશ નામનો એક યુવક અચાનક આગળના ભાગે આવી ઊભો રહી ગયો હતો. જેને લઇને લાઇનમાં ઉભેલા કેટલાક યુવકોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ડાયરેક્ટ પેટ્રોલ ભરાવવા આવ્યો યુવકે એલફેલ બોલી દાદાગીરી કરી હતી.જેને લઇને લાઇનમાં ઊભેલાં યુવકને ગુસ્સો આવ્યો હતો અને તેઓ કંટ્રોલ રૂમની બહાર નીકળતા જ લાઇન તોડીને ડાયરેક્ટ આવેલા યુવાન સાથે ઝઘડો શરૂ કર્યો હતો.

પેટ્રોલ પમ્પ પર થયેલી બોલાચાલી કારણે થઈ હત્યા


લાઇન તોડવા જતા મોત

જોતજોતામાં આ ઝઘડો એટલી હદે પહોંચ્યો હતો કે આ યુવકોએ આ લાઈન તોડીને વચ્ચે આવેલા યુવકને પેટ્રોલ પંપની બહાર જાહેરમાં ચપ્પુ મારી ત્યાંથી ભાગી છૂટયા હતા. જો કે ઈજાગ્રસ્ત યુવકને સારવાર મળે તે પહેલા તેનું ઘટના સ્થળે મોત થયું હતું કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો : અંબાલાલની આગાહી : રાજ્યમાં આ તારીખોમાં પડી શકે છે કમોસમી વરસાદ,ખેડૂતો માટે માઠા સમાચાર

લાઇનમાં વચ્ચે કેમ ઘુસે છે?

આ મામલે બી ડિવિઝનના ઈન્ચાર્જ એસીપી પટેલે જણાવ્યું હતું કે જયેશ ગોડાદરા વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલ પમ્પના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવવા ગયો હતો. ત્યાં અગાઉથી સફેદ કલરના એક્સેસ પર ત્રણ યુવકો લાઇનમાં હતા.

જયેશે વચ્ચે ઘૂસ મારતા આ લોકોએ 'લાઇનમાંથી વચ્ચે કેમ ઘુસે છે? એમ કહેતા ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી. દરમિયાન આ શખ્સોએ બહાર નીકળતા જયેશનો પીછો કર્યો હતો અને ત્યારબાદ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો'

આ પણ વાંચો : સાવધાન! સુરતમાં ઓનલાઈન ગલુડિયું ખરીદવું ગ્રાહકને રૂ.8 લાખથી વધુમાં પડ્યું, આફ્રિકન ઝડપાયો

પોલીસે ઘટના સ્થળે જઈને હત્યાની તપાસ કરી હતી


જાંઘમાં ચાકુના ઘા ઝીંકતા લોહી વહી ગયું

એસીપી સી કે પટેલ ઉમેર્યુ કે જયેશ નામના આ શખ્સને જાંઘના ભાગે ચાકુના વધારે પડતા ઘા લાગતા ખૂબ લોહી વહી ગયું હતું, આ ઘટના બાદ તેને સ્મીમેરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું હતું. ઘટનાબાગ યુવકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી છે
First published:

Tags: Surat news, ગુનો, સુરત, હત્યા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો