Union
Budget 2023

Highlights

Home /News /surat /Surat News: સુરતમાં તરૂણી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો, ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો; એકની ધરપકડ, એક ફરાર

Surat News: સુરતમાં તરૂણી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો, ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો; એકની ધરપકડ, એક ફરાર

આરોપીની ફાઇલ તસવીર

Surat News: સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ થયાનો મામલો સામે આવ્યો છે. ત્યારે તે ગર્ભવતી બનતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતઃ શહેરના છેવાડે આવેલા સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ થયાનો મામલો સામે આવ્યો છે. જો કે, તરુણી ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો હતો. પાડોશમાં જ રહેતા યુવકે તરુણીને પ્રેમમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે, તરૂણીના પરિવારની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે.

તરૂણી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યુ


સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે નાની બાળાઓ અને તરુણી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 14 વર્ષીય તરૂણી સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતા યુવકોએ તરૂણીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તરૂણીની પાડોશમાં રહેતા અમિત સૂર્યવંશી અને વિકાસ મહંતો નામના શખસોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો ખુલાસો થયો છે.


એક આરોપીની ધરપકડ, એક ફરાર


આ ઘટનાને પગલે કિશોરીના પરિવારજનોએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિકાસ મહંતો યુવતીના ઘર પાસે રહેવાની સાથે કારખાનામાં મજૂરી કામ કરતો હતો. તરૂણીના માતા-પિતા મજૂરી કામ કરવા જતા હતા ત્યારે તકનો લાભ લઈને આ યુવકોએ તરુણી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી તેના વતન ભાગી ગયો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat Crime, Surat news, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन