Home /News /surat /

Surat News: સુરત: સુલભ શૌચાલયમાં 15 વર્ષના તરૂણે સાથે 20 વર્ષના યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ

Surat News: સુરત: સુલભ શૌચાલયમાં 15 વર્ષના તરૂણે સાથે 20 વર્ષના યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ

પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. (પ્રતીકાત્મક તસવીર)

Surat News: તરુણને શૌચાલયમાં જતો જોઇને તેના ઘર નજીક જ રહેતો અને પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી ( ઉ.વ.20 ) પણ પાછળ આવ્યો હતો

સુરત: શહેરના (Surat) સલાબતપુરા વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અન્ય તરુણી ઉપર નહીં પણ એક તરુણ પર યુવક દ્વારા દુષ્કર્મ (molest) આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. 15 વર્ષનો તરૂણ યુવાન શુભલ શૌચાલયમાં નવા ગયો તે સમયે તેની પાછળ જઈ તેની સાથેસૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે યુવકે સમગ્ર ઘટના પરિવારને થતાં પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે 20 વર્ષીય પરિચિત લબરમૂછીયાની સામે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. હત્યા લૂંટ અને બળાત્કારની સત્ય ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં પણ તરુણીઓ અને નાની બાળકીઓ સાથે રેપની ઘટનાઓ બની રહી છે. તેવામાં આ વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, ઘટના પોલીસમથકે પહોંચતા પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી.

આ પણ વાંચો - સુરત પોલીસને મળી મોટી સફળતા, 25 વર્ષ બાદ આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો

સુરતના સલાબતપુરા તારવાડી મસ્જીદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો 15 વર્ષીય તરુણ ગતસાંજે 4.30 વાગ્યાના અરસામાં ઘર નજીકના સુલભ શૌચાલયમાં નહાવા ગયો હતો. તેને અંદર જતો જોઈ તેના ઘર નજીક જ રહેતો અને પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી ( ઉ.વ.20 ) પણ પાછળ આવ્યો હતો અને તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તરુણની પાછળ લબરમૂછીયાને જતો જોઈ સુલભ શૌચાલયના વોચમેનને શંકા ગઈ હતી અને તેણે અંદર જઈ તપાસ કરતા લબરમૂછીયા સાહેલ ઉર્ફે સન્નીની કરતૂતની જાણ થઈ હતી.

આ પણ વાંચો - સુરતઃ વધુ એક આરોપીને આજીવન કેદની સજા, માતા-પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર તાંત્રિક દોષી જાહેર

ઘટના બાદ સમગ્ર ઘટના પોતાના પરિવારને કહી હતી ત્યારે બીજી બાજુ વોચમેને તરુણના પિતાને જાણ કરતા તેમણે પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ ગત મોડીરાત્રે સાહેલ ઉર્ફે સન્ની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત

આગામી સમાચાર