Home /News /surat /

સગાઇ તોડનાર યુવતી સાથે બદલો લેવા યુવકે કરી નાંખ્યો કાંડ, યુવતી પરિવારને લઇ પોલીસ સ્ટેશન પહોંચી

સગાઇ તોડનાર યુવતી સાથે બદલો લેવા યુવકે કરી નાંખ્યો કાંડ, યુવતી પરિવારને લઇ પોલીસ સ્ટેશન પહોંચી

પ્રતિકાત્મક તસવીર

Surat Crime: યુવતી દ્વારા સગાઈ તોડી નાખતા અજય નામનો યુવક યુવતીને મળવા માટે દબાણ કરતો હતો અને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. જોકે આ યુવતી ગભરાયા વગર ગત અઠવાડિયે અન્ય એક યુવક સાથે સગાઈ કરી લીધી હતી.

સુરત (Surat Cyber Crime)ના અમરોલી વિસ્તારમાં યુવતીએ સગાઈ કરેલો યુવક કંઈ કમાતો ન હોવાને લઈને સગાઈ તોડી નાંખી હતી. જોકે યુવતીએ સગાઇ તોડી નાખતા યુવક દ્વારા યુવતીને મળવા માટે દબાણ કરવામા આવતું હતું. પરંતુ વાત પોતાના હાથમાંથી સરકતા યુવકે યુવતાની સાથેના ફોટો વાયરલ (Photo Viral) કરવાની ધમકી આપી હતી. જો કે યુવતીને અન્ય જગ્યા પર સગાઈ થઈ જતાં યુવકે યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી બદનામ (Cycber Crime) કરવાનું શરૂ કર્યુ હતું. આ મામલે યુવતીએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. કારણ કે સામાન્ય બાબતે ખોટું લાગી આવતાં સામેવાળા વ્યક્તિને બદનામ કરવા માટે હવે સોશિયલ મીડિયાનો લોકો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વધુ એક પ્રકારની એક ઘટના સામે આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા નજીક રહેતી 30 વર્ષીય યુવતીના ગત વર્ષે અજય નામના યુવક સાથે સગાઇ થઇ હતી. જોકે અજય  કોઈપણ જાતનો કામ ધંધો કરતો ન હોવાને લઈને યુવતી આ યુવક સાથે સગાઈ તોડી નાખી હતી.

આ પણ વાંચો- મિત્રથી વધુ એવા કૌટુંબિક ભાઈની જ હત્યા

યુવતી દ્વારા સગાઈ તોડી નાખતા અજય નામનો યુવક યુવતીને મળવા માટે દબાણ કરતો હતો અને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. જોકે આ યુવતી ગભરાયા વગર ગત અઠવાડિયે અન્ય એક યુવક સાથે સગાઈ કરી લીધી હતી. જેને લઇને અજય ઉશ્કેરાયો હતો અને સગાઇના બીજા દિવસે વ્હોટ્ટસએપ ગ્રુપમાં બે અલગ-અલગ ગ્રુપ બનાવ્યા હતા. જેમાં ન્યાય આપો અને અન્ય પ્રયોગ એવા ગ્રુપ બનાવી આ યુવતીના ફોટા મોકલી તેને બદનામ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો- લગ્નની એનિવર્સરી ઉજવીને ઘરે આવતા પતિપત્નીનું મોત

જોકે આ સમગ્ર બાબતે યુવતીને જાણકારી મળતા યુવતીએ તાત્કાલિક પોતાના પરિવારને જાણકારી આપી હતી અને પરિવાર સાથે અમરોલી પોલીસ મથકે પહોંચી આ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી યુવકને પકડી પાડવા માટેની તજવીજ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: CYBER CRIME, Surat crime branch, Surat crime Surat News, સુરત પોલીસ

આગામી સમાચાર