પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ધરાવતા લોકો માટે નવો વિકલ્પ
એક કિલો રેશમ બનાવામાં 50 હજાર જીવડાંઓનું મૃત્યુ થાય છે. તેવું તો વર્ષમાં કેટલા હજાર કિલો રેશમ બની જતું હશે. ટેન્સેલ કંપની નવા ઇનોવેશનથી આ જીવહત્યાથી દૂર રહેવા માંગે છે તેથી તેમને વિગન યાર્ન બનવાનું શરૂઆત કરી
Nidhi Jani, Surat: યાર્ન એકસપો (Yarn Expo) 2022માં બે દિવસમાં 10 હજાર કરતા વધારે બાયર્સ (Buyers) આવીને મુલાકાત લઇ ગયા હતા. આજે એક્સપોનો ત્રીજો દિવસ છે. આમ તો એક્સપોમાં દરેક સ્ટોલ એકથી એક વેરાયટી (Variety) સાથે અને માર્કેટમાં કંઈક નવું લઈને આવ્યા છે. જેમાં યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર (Polyester), નાયલોન (Nylon), વિસ્કોસ (Viskos), કોટન (Cotton)અને કેટોનિક (Katnik) વગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન (Antibacterialyarn), ઇમીટેટ સિલ્ક યાર્ન (Imitate silk yarn), સિરો ઇમ્પેકટ યાર્ન, ગ્રેનાઇટ યાર્ન, હેમ્પ યાર્ન, ફલેકસ યાર્ન, વૂલ લાઇક પોલિએસ્ટર યાર્ન, કોટન સ્ટ્રેચ યાર્ન, રિસાયકલ યાર્ન (Recycle yarn), ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ યાર્ન (Biodegradable yarn), સ્પોર્ટ્સ વેર માટે કુલ ટેકસ્ટ યાર્ન અને ફાયર રિટર્ડન્ટ યાર્ન વિગેરે પ્રદર્શિત કરવામાં આવી રહયા છે.
એક કિલો રેશમ બનાવામાં 50 હજાર જીવડાંઓનું મૃત્યુ થાય છે. તેવું તો વર્ષમાં કેટલા હજાર કિલો રેશમ બની જતું હશે. ટેન્સેલ કંપની નવા ઇનોવેશનથી આ જીવહત્યાથી દૂર રહેવા માંગે છે તેથી તેમને વિગન યાર્ન બનવાનું શરૂઆત કરી છે. તેઓ બામ્બુ (Bamboo), કેળા (Banana)ની છાલમાંથી રેશા કાઢીને યાર્ન બનાવે છે. કોઈ પણ પ્રકારના પ્રાણીઓની હિંસા વગર એકદમ પ્રકૃતિક રીતે યાર્ન બનાવે છે.
આ કાપડ સિલ્ક કાપડના એક અન્ય વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેમના વિગન (Vegan) હોવાનું સર્ટિફિકેટ વીગન સોસાયટી ઓફ યુરોપ (Vegan society of europe)પાસેથી પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
મહેર ઇન્ટરનેશનલ કંપની દ્વારા ટેન્સલ સાથે ભેગા મળીને બામ્બુ અને કેળાના છાલામાંથી યાર્ન બનાવાની શરૂઆત કરવામાં આવી છે. જેને એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
આ યાર્ન જમીન પર ફેંકી દીધા બાદ ત્રણથી ચાર મહિનામાં સંપૂર્ણ ભળી જાય છે, સમુદ્રમાં પણ કોઈ પણ પ્રકારના જીવને નુકસાન ન કરે તેવું યાર્ન તૈયાર કરાયું છે. હાલમાં પૃથ્વી પર ટેક્ષટાઇલ વેસ્ટ એ સૌથી ગંભીર અને ઝડપથી વધતી જતી સમસ્યા છે ત્યારે આ પ્રકારના નવા પ્રયોગ પૃથ્વી માટે આશીર્વાદ જનક બની રહેશે.
મુખ્ય બાબત એ છે પ્રાકૃતિક હોવા છતાં એની ગુણવત્તા પણ જાળવી રાખી છે તેમાં એક થી એક સુંદર કલર, બનાવામાં આવ્યા છે. કલર એવા જે લાંબા સમય સુધી ટકી રહે છે ત્યારે જો આ પ્રકારના પ્રોડક્ટ ભારતમાં જ કાચો માલ બનાવીને તૈયાર કરવા માંડે તો તેની કિંમત નીચી આવે અને આપણે પર્યાવરણ તરફ આપણી ફરજ બનાવીએ એ પણ મહત્વનું છે.