Home /News /surat /

સુરત: પત્નીએ દોઢ મહિનામાં ધીરે ધીરે 19 લાખના હીરા સેરવી લીધા, પતિએ પણ આપ્યો સાથ, બંને ઝડપાયા

સુરત: પત્નીએ દોઢ મહિનામાં ધીરે ધીરે 19 લાખના હીરા સેરવી લીધા, પતિએ પણ આપ્યો સાથ, બંને ઝડપાયા

આરોપીઓ ઝડપાયા

Surat Crime : હીરા કારખાનામાં કામ કરતી મહિલાએ હીરા ચોરી કરી, જવેલરી કામ કરતા પતિ સાથે મળી દલાલને વેચી માર્યાં છે.

સુરત : ડાયમંડ સિટી  (Diamond City Surat Crime) તરીકે ઓળખાતા સુરતમાં (Surat) ફરી એક વખત હીરાની ચોરીની ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાં નોકરી કરતી મહિલાએ 19 લાખના હીરા ચોરી તો કર્યા પણ ચોરીના હીરા પોતાના પતિ સાથેના દલાલને વેચી દેવાનો મામલો સામે આવ્યો હતો. જોકે, કારખાનાના માલિકે આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ચોરી કરનારા દંપતીની (couple arrested) ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હીરાનો વેપાર સૌથી મોટા પ્રમાણમાં ચાલતો હોય છે. ત્યારે આ ઉદ્યોગ સૌથી વધારે વિશ્વાસ પર ચાલતો હોય છે. તેવામાં સુરતના કતારગામ વિસ્તારમાં 19 લાખના હીરા ચોરીનો એક મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી.

ત્રણ શ્વાને બે વર્ષના બાળક પર કર્યો હુમલો, સારવાર પહેલા જ થયું મોત

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી હીરા ફેક્ટરીના માલિક શૈલેષભાઈ છોટાળાએ પોલીસમાં ફરિયાદ આપી હતી કે, તેમને ત્યાં કામ કરતી એક મહિલા કર્મચારીએ દોઢ મહિનામાં 19 લાખના હીરા ગાયબ કર્યા છે. જોકે આ મામલે તપાસ કરતા મહિલાએ ચોરી કર્યા હોવાનો ભાંડો ફૂટી જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં થશે ભારે વરસાદ

જેના આધારે પોલીસે પ્રિયંકાબેન વિક્કી સોલંકી અને તેના પતિ વિક્કી સોલંકીની (રહે,લીમડા શેરી)ની ધરપકડ કરી છે. મહિલાનો પતિ પણ જવેલરીનું કામકાજ કરે છે. કતારગામ વસ્તાદેવડી રોડ પર પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જવેલર્સ નામના હીરાના કારખાનામાં મહિલાકર્મી પ્રિયંકા સોલંકી હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટ્રા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી. દોઢ મહિનામાં કારખાનામાં હીરા ટેઇલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ થયા હતા.

કારખાનેદારે તપાસ કરતાં હીરા પ્રિયંકા સોલંકીએ ચોરી કરી પર્સમાં મુકી દીધા હતા. પછી ઘરે જઈ પતિને આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા સસ્તામાં મહિધરપુરાના દલાલ તેજસને વેચી દીધા હતા. જોકે પોલીસે આ દંપતીને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ચોરીના હીરા જે દલાલને વેચ્યા છે દલાલની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन