ખાખી વર્દીની ફરજ સાથે સાથે માનવ સેવાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું
પોલીસ પરિવારના પુત્રવધૂ અને અઢી વર્ષના બાળકની માતા શીતલ બેન ચૌધરી જે સુરતના ગોડાદરા પોલીસ મથકમાં પી એસ આઈ તરીકે ફરજ બજાવે છે. અને પોલીસ તરીકેની પોતાની ડ્યુટી સમાપ્ત કર્યા બાદ તેઓ અનાથ બાળકીઓને અવનવી એક્ટિવિટી કરાવી તેમના હુનરને વાંચા આપવાનો અને તેઓ પગભર થઈ શકે તે હેતુ સાથે કાર્ય કરી રહ્યા છે.સામન્ય રીતે પોલીસનું નામ આવતા જ લોકોમાં અને ખાસ કરીને બાળકોના મન માં પણ એક ડર જોવા મળતો હોય છે. પરંતુ સુરતના એક મહિલા પી એસ આઈ કે જેણે ખાખી વર્દીની ફરજ સાથે સાથે માનવ સેવાનું એક ઉમદુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અને પરિવાર વિહોણા બાળકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે.અને નાની ઉમરમાં જ બાળકીઓને પગભર બનતા શીખવ્યું છે.
અનાથ બાળકીઓને પગભર થવાના પાઠ શિખવી રહ્યા છે
પીએસઆઇ શીતલ ચૌધીરી જે પોલીસ મથકમાં ફરજ પર હતા તે દરમિયાન કલમ 498 મુજબની ઘણી ફરિયાદો આવતી હતી જેથી તેઓએ મહિલાઓની મદદ કરવા અને તેઓ આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે મહિલાઓને જ્વેલરી ફેબ્રિક ઇમિટેશન જ્વેલરી નેકલેસ સહિતની વસ્તુઓ શીખવાડવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ તેઓને જ્યારે ઢીંકા ચીકા ચાર્લી હાઉસ ખાતે 40 જેટલી બાળકીઓનો ઉછેર કરવામાં આવે છે તે વિશે ખ્યાલ આવતા તેઓ દર રવિવારે પોલીસ તરીકેની તેમની ડ્યુટી સમાપ્ત કર્યા બાદ અહીં આવી બાળકીઓને અવનવી પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે અને તેમાં તેમના બહેન પણ તેમને સાથ આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ બાળકીઓ દ્વારા બનાવવામાં આવતી હેન્ડમેડ વસ્તુઓનું એક્ઝિબિશન પણ કરવામાં આવે છે અને આમ તેઓને આર્થિક રીતે પગભર થવાના પાઠ પણ શીખવાડવામાં આવી રહ્યા છે.
દર રવિવારે પીએસઆઈ બાળકી પાસે જઈ તેને વસ્તુ બનાવતા શીખવે છે
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Women police, પીએસઆઇ, પોલીસ