Home /News /surat /Surat Honey Trap: સુરતમાં હનીટ્રેપ કરનારી ગેંગની મુખ્ય મહિલા ઝડપાઈ, વેપારીને ઘરે બોલાવી કપડાં કઢાવ્યાં પછી...

Surat Honey Trap: સુરતમાં હનીટ્રેપ કરનારી ગેંગની મુખ્ય મહિલા ઝડપાઈ, વેપારીને ઘરે બોલાવી કપડાં કઢાવ્યાં પછી...

આરોપી મહિલાની તસવીર

Surat Honey Trapping gang: સુરત ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપ કરતી ગેંગની મુખ્ય મહિલા આરોપીને ઝડપી પાડી છે. તેણે એક વેપારી સાથે મિત્રતા કરી અને તેને વિશ્વાસમાં લઈ ઘરે બોલાવ્યો હતો...

સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક વેપારીને વાતોમાં ફસાવી ઘરે બોલાવી આયોજનબદ્ધ રીતે વેપારીના કપડાં કઢાવી ફોટા પાડ્યાં હતા અને ત્યારબાદ તેને ધમકી આપી 1.10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તેથી વેપારીએ રૂપિયા કાઢવા જવાનું જણાવી સફળતાપૂર્વક ત્યાંથી ભાગી પોલીસ ફરિયાદ નોંધાવતા મુખ્ય મહિલા આરોપી ઝડપાઇ હતી.

ફોન કરી વેપારીને મળવા બોલાવ્યો હતો


સુરતમાં મહિલાઓ પુરુષોને ફોન કરી મિત્રતા કરે છે અને પછી વિશ્વાસ કેળવી પુરુષોને મળવા બોલાવતી હોય છે. ત્યારબાદ તેના અંગત ફોટા પાડી બ્લેકમેલ કરી હનીટ્રેપમાં ફસાવતી હોવાની અનેક ઘટના સામે આવી છે. તેવામાં સુરતના મોટા વરાછામાં એક વેપારીને આવી જ રીતે ફોન કરી સોનલ સાવલિયા નામની એક મહિલાએ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ વિશ્વાસમાં લઈને પોતાના આવાસના મકાનમાં વેપારીને મળવા બોલાવ્યો હતો. જેવો વેપારી રૂમમાં પ્રવેશ્યો તેવા જ તેના કપડાં કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સોનલ સાવલિયાનો પતિ તેમજ અન્ય ત્રણ ઈસમો રૂમમાં પ્રવેશી વેપારીના ફોટા પાડી બ્લેકમેલ તેમજ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપવા લાગ્યા હતા. રકઝકને અંતે વેપારી પાસેથી 1.10 લાખની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ChatGPTને કારણે મુંબઈની યુનિવર્સિટીના પ્રોફેસરે અભ્યાસક્રમ બદલ્યો!

વેપારી પૈસા કાઢવાનું કહી છટકી ગયાં


તે સમયે વેપારીના ખિસ્સામાં રહેલા 2500 રોકડા પણ કાઢી લેવાયા હતા. ત્યારબાદ વેપારીએ રૂપિયા કાઢવાના બહાને ATMમાં જઈને પોલીસને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે આરોપીઓને જાણ થતાં જ તેઓ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ વેપારીએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આજે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા અઠવા વિસ્તારમાં આવેલા નાગરિક સુવિધા કેન્દ્ર પાસેથી સોનલ સાવલિયાની ધરપકડ કરી હતી.


ક્રાઇમ બ્રાન્ચે આગળની કાર્યવાહી હાથ ધરી


મહત્વનું છે કે, સોનલ સાવલિયા રોજગાર ધંધો કરી પોતાનું ગુજરાત ચલાવે છે. જેમાં તે એક સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. જો કે, સોનલ આવી રીતે લોકો સાથે મિત્રતા કેળવી વિશ્વાસમાં લઇ મળવા બોલાવી ફોટા પાડી અને બ્લેકમેલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવતી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે સોનલ સાવલિયાની ધરપકડ કરી અત્યાર સુધી કોની કોની સાથે મિત્રતા કેળવી રૂપિયા પડાવ્યા છે તે બાબતે પૂછપરછ હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime branch, Surat news, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો