Home /News /surat /

સુરતમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, બનાવના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરતમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, બનાવના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

યુવક પટકાયો હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ

Woman kills husband: સુરતમાં 20મી મેના રોજ ચંદ્રશેખર બાગડી નામનો એક યુવકે પોતાના ઘરની બાલ્કનીમાંથી નીચે પટકાયો હતો. ચંદ્રશેખરના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેના દીકરાની તેની પુત્રવધૂએ હત્યા કરી નાખી છે.

સુરત: સુરતના જહાંગીરપુરા વિસ્તાર (Jahangirpura area)માં ગત 20 તારીખના રોજ જાનકી રેસિડન્સી (Janki Residency)માં રહેતા ચંદ્રશેખર બાગડી (Chandrashekhar Bagdi) નામનો વ્યક્તિ પોતાના ઘરની બાલકનીમાંથી નીચે પટકાયો હતો. ચંદ્રશેખરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ કેસમાં મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મૃતકની પત્નીએ જ તેની હત્યા (Wife kills husband) કરી છે.

સુરતના જહાંગીરપુરમાં રહેતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં માર્શલ તરીકે નોકરી કરતા 28 વર્ષીય ચંદ્રશેખર બાગડી પોતાના ફ્લેટની બીજા માળની બાલકનીમાંથી નીચે પટકાયો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. આ ઘટના મામલે જહાંગીરપુરા પોલીસે (Jahangirpura police) જે તે સમયે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.

આ કેસમાં મૃતક પરિવાજનોએ આક્ષેપ કર્યો છે કે મૃતક ચંદ્રશેકરની પત્નીએ તેની હત્યા કરીને નીચે ફેંકી દીધો હતો. આ કેસ મામલે મૃતકના પરિવાજનો  પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા હતા. પરિવારજનોએ આ કેસમાં હત્યાની કલમ ઉમેરવા માટે રજુઆત કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પરિવાજનોએ આક્ષેપ કર્યો છે કે મૃતક જ્યારે નીચે પટકાયો ત્યારે તેના ગળાના ભાગે દુપટ્ટો હતો, જે તેની પત્ની ભારતીબેને હટાવી દીધો હતો. મૃતકના પરિવાજનોએ માંગણી કરી છે કે આ મામલે જહાંગીરપુરા પોલીસ ઊંડી તપાસ કરે.



ચંદ્રશેખર બાગડીએ આત્મહત્યા કરી છે, અકસ્માતે નીચે પટકાયો છે કે પછી તેની હત્યા કરી દેવામાં આવે છે તે પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે. હાલ પરિવારના આક્ષેપ અંગે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીએ તેના પ્રેમી સાથે મળીને પહેલા તેના પતિની હત્યા કરી નાખી હતી. બાદમાં તેને ટેરેસ પરથી નીચે ફેંકી દીધો હતો.

અમદાવાદમાં પત્નીએ કરી પતિની હત્યા


અમદાવાદ શહેરમાં હત્યાનો એક બનાવ (Ahmedabad murder case) સામે આવ્યો છે. જેમાં એક પત્નીએ તેના પતિની હત્યા કરી (Wife kills husband) નાખી છે. એવી માહિતી સામે આવી છે કે દીકરાને ઢોર માર મારતા ગુસ્સામાં આવીને પત્નીએ પતિની છરી મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી પ્રમાણે રાત્રે પતિ તેના બાળકને માર મારી રહ્યો હતો. આ દરમિયાન પત્ની બાળકને છોડાવવા વચ્ચે પડી હતી. પતિએ બાળકને માર મારવાનું ચાલુ રાખતા પત્નીએ તેના પતિને છરી (Knife) મારી દીધી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Lover, ગુનો, પોલીસ, સુરત

આગામી સમાચાર