Home /News /surat /

સુરત : ખાનગી દવાખાનાએ કાઢી મૂક્યા બાદ મહિલાએ રોડ પર પુત્રને જન્મ આપ્યો

સુરત : ખાનગી દવાખાનાએ કાઢી મૂક્યા બાદ મહિલાએ રોડ પર પુત્રને જન્મ આપ્યો

ડૉક્ટરે કાઢી મૂક્યાનો મહિલાના પરિવારનો આક્ષેપ.

કોરોના હૉટસ્પોટ લિંબાયત વિસ્તારમાં મહિલાની રોડ પર જ પ્રસૃતિ થઈ, ડૉક્ટરે કાલે આવવાનું કહીને કાઢી મૂકી હતી.

સુરત : કોરોનાના કહેર (Coronavirus) વચ્ચે ડૉક્ટર (Surat Doctor) માનવતા ભૂલી ગયા હોવાનો બનાવ સુરત શહેરના લિંબાયત (Surat Limbayat Area) વિસ્તારમાં બનવા પામ્યો છે. જેમાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે ડૉક્ટરે સગર્ભા (Pregnant Woman)ને કાઢી મૂકતા મહિલાની ક્લિનિક (Hospital) બહાર રોડ ઉપર જ પ્રસૃતિ થઇ હતી. મહિલાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. બીજી તરફ તબીબી સારવાર આપવામાં આવી ન હોવાનો પ્રસૃતાના પરિવારે ડૉક્ટર પર આક્ષેપ કર્યો હતો.

કોરોના વાઇરસને લઈને સુરત શહેરનો લિંબાયત વિસ્તાર હૉટસ્પોટ જાહેર થયો છે. ત્યારે લૉકડાઉનના માહોલમાં રવિવારની મોડી સાંજે લિંબાયતમાં રહેતા જલાલુદીન અન્સારીની સગર્ભા પત્ની જમીલાને અચાનક પ્રસૃતિની પીડા ઉપડતા પરિવારના સભ્યો ઘર નજીકના ખાનગી ડૉક્ટરના ક્લિનિક ખાતે લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક ચેકઅપ કરી ડૉક્ટરે ઘરે જવાની સલાહ આપી હતી. આ ઉપરાંત સવારે આવજો હજી સમય છે કહી કાઢી મૂક્યા હતા.

આ પણ વાંચો :  સુરત : વતન જવા માટે પરપ્રાંતીય કામદારોએ ત્રણ કિલોમીટર લાંબી લાઇન લગાવી

આવા સંજોગોમાં પ્રસૃતિની પીડા સાથે ક્લિનિક બહાર આવતા જ જમીલા રોડ ઉપર ઢળી પડી હતી અને તેણીની ક્લિનિક બહાર રોડ ઉપર પ્રસૃતિ થઇ હતી. સગર્ભા જમીલાના પતિના જણાવ્યા અનુસાર પ્રસૃતિ સમયે સ્વજનો બૂમો પડતા હોવા છતાં કોઈ મદદે આવ્યું ન હતું.

આ પણ વાંચો : લૉકડાઉન : સુરતમાં લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, બે કર્મી ઇજાગ્રસ્ત

પ્રસૃતિ થયા બાદ જન્મેલા બાળકની તબીબે નાળ કાપી કાપી હતી અને આઠ હજારનું બીલ બનાવી પૈસાની માંગણી કરી હતી. બીલ માટે આજીજી કરતા પરિવારજનોને દવાખાનામાંથી કાઢી મૂક્યા હતા. બાદમાં સગર્ભા નવજાત બાળક સાથે ઘરે આવી ગઈ હતી. હાલ તેણીની સ્મીમેર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, ડોક્ટર, સુરત, હોસ્પિટલ

આગામી સમાચાર