સુરત: ચાલતી ટ્રેનમાં ચડવા જતી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસડાઇ, કંપારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ
સુરત: ચાલતી ટ્રેનમાં ચડવા જતી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસડાઇ, કંપારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ
અકસ્માતના સીસીટીવી
Surat latest news: આ ઘટના બનતા જ આસપાસના લોકો અને અન્ય મુસાફરો તાત્કાલિક દોડી આવે છે. ટ્રેનમાં બેસેલા અન્ય મુસાફરોએ ઘટનાને જોઈને તરત જ ચેઇન પુલિંગ કર્યું હતું.
સુરત: રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત ઘણીવાર સાચી પડતી હોય તેવા ઉદાહરણો સામે આવ્યા છે. સુરત રેલવે સ્ટેશન (Surat railway Station) પરની આવી જ એક ઘટના સામે આવી છે. બનાવની વિગત એવી છે કે, સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 3 પર આજે નિયમિત સમય પર બાંદ્રા હિસાર ટ્રેન આવી હતી. જેમાં ટ્રેનમાં ચડતી વખતે મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ હતી. આ આખી ઘટનાના કંપાવી દેતા સીસીટીવી ફૂટેેજ (Surat train CCTV footage) સામે આવ્યા છે.
આ સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, એક મહિલા ટ્રેનમાં ચડતી વખતે દોડતી આવે છે અને ટ્રેનમાં ચડતી વખતે તે પોતાનું સંતુલન ગુમાવે છે. જેમાં તેનો પગ ટ્રેનની નીચે ફસાઈ જાય છે. સંતુલન ગુમાવતા આ મહિલા ટ્રેનમાં ચડી શક્તિ નથી પણ ટ્રેનની નીચે આવી જાય છે.
જોકે, આ ઘટના બનતા જ આસપાસના લોકો અને અન્ય મુસાફરો તાત્કાલિક દોડી આવે છે. ટ્રેનમાં બેસેલા અન્ય મુસાફરોએ ઘટનાને જોઈને તરત જ ચેઇન પુલિંગ કર્યું હતું. ટ્રેનના ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે ટ્રેનને તુરત જ રોકી દેવામાં આવી હતી. જેથી મહિલાનો જીવ જતા બચ્યો હતો.
વધુમાં મળતી માહિતી પ્રમાણે, આ મહિલા મૂળ રાજસ્થાનની હતી. જેનું નામ પૂજા અગ્રવાલ હોવાનું જાણવા મળ્યું છે. મહિલાને આ અકસ્માતમાં પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. લોકોની સમય સૂચકતા અને ત્વરિતતાને કારણે મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. તેને સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જોકે, ઘટનાના પગલે થોડા સમયમ માટે રેલવે સ્ટેશન પર દોડધામ મચી જવા પામી હતી ઘટનાને લઈને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને તેની તબિયત સારી ઉંઘની તબીબો દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે. મહિલા સાથે બનેલી ઘટના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર