સુરતની નવી સિવિલમાં આવેલ કોવીડ હૉસ્પિટલ ફરી આવી છે વિવાદમાં અહીંયા સારવાર માટે દાખલ દર્દીના મુત્યુ બાદ દાગીના ગુમ થયાની મરનાર મહિના પરિવારે હોસ્પિટલ આક્ષેપ લગાવ્યા છે. જોકે હોસ્પિટલ તરફથી કોઈ જવાબ નહિ મળતા મહિલા પરિવારે આ મામલે ખટોદરા પોલ્સી મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે, ત્યારે હૉસ્પિટલો સતત દર્દીથી ઉભરાઈ રહી છે, તેવામાં નવી સિવિલના પ્રાંગણમાં આવેલી કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન હીરા બેન ગોયાણીને કોરોનાનું સંક્રમણ થતા પરિવાર દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા. જોકે દાખલ સમયે હીરા બેહેને કાનમાં સોનાની બુટ્ટી પહેરી હતી જોએક હીરા બહેન સારવર દરમિયાન મુત્યુ થયું હતું.
જોકે, હીરા બહેનના મુત્યુ બાદ પરિવારે તેમની કાનની બુટ્ટી ગાયબ હોવાનું હોસ્પિટલ ને જાણકારી આપી હતી જોકે હોસ્પિટલ તરફથી કોઈ જવાબ નહિ મળતા આખરે પરિવારે ગતરોજ આ મામલે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ખટોદરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
જોકે, આ હોસ્પિટલમાં ચોરીની આ પહેલી ઘટના નથી. છેલ્લા એકે વર્ષમાં કોવિડ હોસ્પિટલ અનેકવખત વિવાદમાં આવી ચુકી છે અને તેમાં પણ મૃતકોના દાગીના ચોરીને લઈને ફરી એકેવાર આ હોસ્પિટલ વિવાદમાં આવી છે ત્યારે આના પહેલા પણ અને્કવાર આવી ઘટના બનતા પરિવારે હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે જોવાનું એ રહીયુ કે પોલીસ આ મામલે ક્યાં પ્રકારની કાર્યવાહી કરે છે.
જોકે આ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી કોવિ઼ડ હોસ્પિટલ આવા અનેક વિવાદો સામે આવ્યા છે. ત્યારે કેટલીકવાર મુત્યુ પામેલ ને જીવીચ બતાવામાં આવ્યા છે, તો કેટલીકવાર મૃત્યુ થઇ ગયા બાદ પરિવારને જાણકારી નહિ આપવા મામલે તો કેટલીક વાર દર્દી ગુમ થવા સાથે સતત દર્દીનાં રૂપિયા અને દાગીના ચોરી થવાની સતત ફરિયાદ બાદ હવે હોસ્પિટલ સત્તાધીશ આ મામલે ક્યાં પ્રકારના એક્શન લે છે તે જોવાનું રહ્યુ.