Home /News /surat /સુરતના 6 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છતા આ મહિલા ન સુધરી, 400 જેટલા વૃદ્ધોના પૈસા ખંખેર્યા

સુરતના 6 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છતા આ મહિલા ન સુધરી, 400 જેટલા વૃદ્ધોના પૈસા ખંખેર્યા

હાલમાં આરોપી મહિલાને કાપોદ્રા પોલીસને સોંપવામાં આવી છે.

ઓનલાઇન ટિકિટ મોકલી ત્યારબાદ યાત્રા પર ના લઈ જઈ 400 થી વધુ લોકો પાસેથી રૂપિયા લઈ ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ થઈ હતી જે મામલે પોલીસે મહિલા ની ધરપકડ કરી હતી..

સુરત: સુરતમાં શ્રવણ તીર્થયાત્રાના નામે સિનિયર સિટીઝન તેમજ શ્રદ્ધાળુઓને યાત્રા પ્રવાસ કરાવવાની વાત કરી તેમની સાથે છેતરપિંડીના મામલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ટીકીટ લખાવી ઓનલાઇન ટિકિટ મોકલી ત્યારબાદ યાત્રા પર ન લઈ જઈ 400થી વધુ લોકો પાસેથી રૂપિયા લઈ ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ થઈ હતી જે મામલે પોલીસે એક મહિલાની ધરપકડ કરી હતી.

સુરત શહેરમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવે છે. લોકોને યેન કેન પ્રકારે ભોળવી ફસાવી તેમની સાથે છેતરપિંડી કરાઈ રહી છે તેવામાં સુરતમાં શ્રવણ તીર્થયાત્રાના નામે ટિકિટ બુકીંગ કરવાની યોજના બનાવી સુરત શહેરમાં અનેક લોકોને 3000 દરે હરિદ્વાર, ઋષિકેશ દિલ્હી અને આગ્રા સહિતની જગ્યાઓ પર લઈ જવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈ સુરતના એક સિનિયર સિટીઝન ગ્રુપના 400થી વધુ લોકોએ ટીકીટ બુકીંગ કરાવી હતી.

આ પણ વાંચો: નતાશાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, પતિ હાર્દીક પંડ્યા સાથે થઇ રોમેન્ટિક

મહત્વનું છે કે આ ઓફિસમાં ભાજપના કારોબારી સભ્ય જયશ્રી લુણાગરીયા અને તેના પુત્ર અજય લુણાગરિયા અને અશ્રુતા ડાંગરિયાએ લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. અને ધાર્મિક સ્થળોએ ઓછા દરે લઈ જવાની સ્કીમ મૂકી હતી. જેથી આ સ્કીમને લઈ 400થી વધુ સિનિયર સિટીઝનો દ્વારા ટીકીટ લખવાઈ હતી. અને રૂપિયા આપી દીધા હતા. જેથી ટીકીટ ઓનલાઇન આપી ત્યારબાદ ઓફિસના તમામ લોકો એ ફોન બંધ કરી દીધા હતા. અને ટિકિટ મુજબની તારીખ આવી ગઈ હોવા છતાં આ તમામને ટિકિટ નહીં મળતા ખટોદરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી તે દરમ્યાન મોટા વરાછા વિસ્તારમાં રહેતી અશ્રુતા ડાંગરિયાને ખટોદરા પોલીસે ઝડપી પાડી હતી. તેની પાસેથી પોલીસે 1.3 લાખ રોકડા રિકવર કર્યા હતા. અને 50 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, અશ્રુતા સામે કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં પણ 13 લાખ 70 હજારની ટીકીટ આપી હતી. જેમાંથી માત્ર લોકોને 3 લાખ 70 હજારનું ચુકવણું કર્યું હતું અને 10 લાખ નહિ ચૂકવી છેતરપિંડી આચરી હતી. આ મહિલા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશન સહિત 6 પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ છે. જેને લઈ મહિલાને કાપોદ્રા પોલીસને સોંપવામાં આવી હતી. હાલ વધુ તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Fraud case, Surat Crime Latest News, Surat news