Home /News /surat /Surat: ફોટોગ્રાફી ઓળખ અને પઝલ્સ દ્વારા બાળકોને વાઈલ્ડ લાઈફની સમજણ આપવાનો પ્રયાસ

Surat: ફોટોગ્રાફી ઓળખ અને પઝલ્સ દ્વારા બાળકોને વાઈલ્ડ લાઈફની સમજણ આપવાનો પ્રયાસ

વાઈલ્ડ લાઈફ વીકમાં બાળકોને લુપ્ત થતી વાઈલ્ડ લાઈફ પ્રજાતિ વિષે માહિતગાર કરવામાં આવ્યા

નાના બાળકોને પણ પ્રાણી, પક્ષી અને પર્યાવણનું મહત્વ સમજવવામાં આવે છે જેથી નાની ઉમરમાં જ પર્યાવરણનું જતન કરવાની સમજણ બાળકોમાં આવે છે.

    Mehali tailor,Surat: સુરતમાં નેચર ક્લ્બ દ્વારા વાઈલ્ડ લાઈફ વીકની ઉજવણી કરવામાં આવે છે. સુરતની શાળાઓમાં નેચર ક્લ્બના વોલીયન્ટર દ્વારા વીકની ઉજવણી કરવામાં આવી રહી છે.બાળકોમાં વાઈલ્ડ લાઈફના પ્રાણીની સમજણ આવે તે હેતુસર વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ફોટોગ્રાફી ઓળખ અને પઝલ્સ દ્વારા બાળકોને વાઈલ્ડ લાઈફની સમજણ આપવામાં આવશે.

    નેચર ક્લબ દ્વારા શાળામાં જઈ વાઈલ્ડ લાઈફના ફોટોગાફી બતાવી તેને વિદ્યાર્થીઓને ઓળખવાની રમતો રમાડવામાં આવે છે. અને ત્યારબાદ ફોટાના પક્ષી અને પ્રાણી વિષે બાળકોને માહિતી પણ આપવામાં આવે છે.70 થયો 80 વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફી બાળકોને બતાવામાં આવે છે.જેમાં ગોચર, વલચર જેવા પ્રાણી જેવા પ્રાણીની પ્રજાતિ લુપ્ત થઇ જવાને આરે છે. તેવા પ્રાણીના ફોટોગ્રાફ જે નેચર ક્લબના મેમ્બર દ્વારા અલગ અલગ જગ્યાએ જઈ જાતે ફોટો ગ્રાફી કરવામાં આવ્યા હોય એવા ફોટોગાર્ફી ઓળખની સ્પર્ધા શાળાઓમાં રાખવામાં આવે છે અને સ્પર્ધમાં ધો.12 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે


    ઉપરાંત નેચર ક્લબ દ્વારા શાળાઓમાં પઝલ્સ કોમ્પિટિશન પણ રાખવામાં આવે છે. જેમાં પલઝલ્સ દ્વારા બાળકો એક પક્ષી કે પ્રાણીનું ચિત્ર બનાવામાં આવે છે. અને તેના વિષે માહિતી તે આપવામાં આવે છે. જેથી બાળકોમાં પ્રાણી અને પક્ષીની પરિચિત થાય અને તેમનામાં પ્રાણી અને પક્ષીને બચાવવાની ભાવના ઉત્પ્પન થાય.


    લુપ્ત થતી પ્રજાતિના પ્રાણી અને પક્ષી વિષે માહિતી આપવામાં આવશે


    ફોટોગ્રાફીમાં અને પઝલસમાં લુપ્ત થઇ અને કોઈક નવા પક્ષી અને પ્રાણીઓની માહિતી આપવામાં આવે છે.શહેરની બહાર અને આજુબાજના ગામોમાં જોવા મળતા પ્રાણી અને પક્ષી વિષે માહિતી આપવામાં આવે છે. જેથી અલગ પક્ષી અને પ્રાણી વિષે કંઈક નવી માહિતી મળતા બાળકોને પણ તે વિષે જાણકારી મેળવવામાં રસ જાગે છે.


    આમ વાઈલ્ડ લાઈફ વીકની શાળામાં ઉજવણી કરવામાં આવે છે. જેથી નાના બાળકોને પણ પ્રાણી, પક્ષી અને પર્યાવણનું મહત્વ સમજવવામાં આવે છે જેથી નાની ઉમરમાં પર્યાવરણનું જતન કરવાની સમજણ બાળકોમાં આવે છે. ત્યારે વાઈલ્ડ લાઈફ વીકની ઉજવણી માટે નેચર ક્લ્બ દ્વારા અલગ અલગ શાળામાં ઉજવણી કરવામાં આવશે. અને બાળકોને વાઈલ્ડ લાઈફથી માહિતગાર કરવામાં આવે છે.

    First published:

    Tags: સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन