Home /News /surat /Surat: ...અને જ્યારે સુરતમાં સાચા મોતીથી સુભાષચંદ્ર બોઝનું થયું હતું સ્વાગત, જુઓ વીડિયો

Surat: ...અને જ્યારે સુરતમાં સાચા મોતીથી સુભાષચંદ્ર બોઝનું થયું હતું સ્વાગત, જુઓ વીડિયો

X
નેતાજી

નેતાજી પહેલીવાર સુરત આવ્યા હતા.

ગોપીપુરા વિસ્તારમાં સુભાષચંદ્ર આવ્યા ત્યારે સુરતના ઝવેરી લોકોએ તેમને સાચા મોતીથી વધાવ્યા હતા. ત્યાંના ઝવેરી અને શેઠ લોકોએ એક મોટું ભંડોળ એકત્ર કરી સુભાષચંદ્ર બોઝને સાચા-મોતી કંઠીઓ અને દાગીનાઓ પહેરાવ્યા હતા.

  Mehali tailor: surat 23 જાન્યુઆરી એટલે કે પરાક્રમ દિવસ. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરીએ થયો હતો. સુભાષચંદ્ર બોઝએ આઝાદીના સાચા લડવૈયા હતા. જેને લઇ તેમના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ સુરતના ગોપીપુરા વિસ્તારમાં કોંગ્રેસ અધિવેશન માટે આવ્યા હતા. . . 1939માં સુભાષચંદ્ર બોઝ પહેલી વખત સુરત આવ્યા હતા.


  ગઝલકાર ગની દહી વાલાના આમંત્રણને લઇ નેતાજી સુભાષચંદ્ર બોઝ સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવ્યા હતા. ગોપીપુરાના વિસ્તારને આજે પણ સુભાષ ચોક તરીકે ઓળખવામાં આવે છે.


  ગોપીપુરા વિસ્તારના ઝવેરીઓ દ્વારા સાચા મોતીથી સુભાષચંદ્ર બોઝનું સ્વાગત કરવામાં આવ્યું હતું


  ગોપીપુરા વિસ્તારમાં સુભાષચંદ્ર આવ્યા ત્યારે સુરતના ઝવેરી લોકોએ તેમને સાચા મોતીથી વધાવ્યા હતા. ત્યાંના ઝવેરી અને શેઠ લોકોએ એક મોટું ભંડોળ એકત્ર કરી સુભાષચંદ્ર બોઝને સાચા-મોતી કંઠીઓ અને દાગીનાઓ પહેરાવ્યા હતા. ધનાધ્ય સુરતની આસ્થા જોઈને સુભાષચંદ્ર બોઝ પણ ઘણા આશ્ચર્યચકિત થયા હતા. સુભાષચંદ્ર બોઝ ગોપીપુરા વિસ્તારમાં આવતા તેમના સ્વાગતમાં લાખો રૂપિયાનો મંડપ પણ બાંધવામાં આવ્યો હતો. ગની દહીં વાલાના આમંત્રણથી સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમવાર સુરત આવ્યા હોવાથી માર્ગને ગની દહીવાલા માર્ગ નામ આપવામાં આવ્યું છે.  સુભાષચંદ્ર બોઝ એક સારા ક્રાંતિકારી સાથે ઉર્જાવાન વ્યક્તિત્વ પણ ધરાવતા હતા.


  આજે 126મી સુભાષ જયંતિ ઉજવવામાં આવે છે. દર વર્ષે સુભાષ ચોકને શણગારી સ્થાનિક નેતાઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા ત્યાં પુષ્પાંજલી કરવામાં આવી છે. ઝવેરીઓના પૌત્ર આજે પણ સુભાષ ચોક ની આજુબાજુ પોતાની દુકાન ચલાવી રહ્યા છે. તેઓનું કહેવું હતું કે અમારા પૂર્વજો દ્વારા કહેવામાં આવ્યું હતું કે.,\" સુભાષચંદ્ર બોઝના વક્તવ્ય અને તેમનું આકર્ષક વ્યક્તિત્વ જોઈ ઘણા લોકો તેમના ચાહક બન્યા હતા. અને તેમના ભાષણથી અનેક લોકોમાં દેશ પ્રત્યે પ્રેમ પણ જાગ્યો હતો.\"


  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन