Home /News /surat /Surat Police: સુરતની સચિન પોલીસ આરોપીને પકડવા ઘરે પહોંચી તો એવું કંઈક મળ્યું કે તેઓ ચોંકી ઊઠ્યાં

Surat Police: સુરતની સચિન પોલીસ આરોપીને પકડવા ઘરે પહોંચી તો એવું કંઈક મળ્યું કે તેઓ ચોંકી ઊઠ્યાં

પોલીસ આરોપીના ઘરે પહોંચી તો તેમને વૃદ્ધ મળ્યાં!

Surat Police: સુરતના સચિન વિસ્તારની એક હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ડ્રગ્સ કેસમાં આરોપીને શોધવા ગયેલી પોલીસને કંઈક એવું મળ્યું કે તેઓ ચોંકી ગયા હતા.

સુરતઃ શહેરના સચિન વિસ્તારની એક હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ડ્રગ્સ કેસમાં આરોપીને શોધવા ગયેલી પોલીસને કંઈક એવું મળ્યું કે તેઓ ચોંકી ગયા હતા. વોન્ટેડ આરોપીના ઘરેથી પોલીસને એક વૃદ્ધ દયનીય સ્થિતિમાં મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તાત્કાલિક એનજીઓની મદદથી વૃદ્ધને શેલ્ટર હોમમાં ખસેડ્યા હતા.

વોન્ટેડ આરોપીને શોધવા પોલીસ ઘરે પહોંચી


મળતી માહિતી પ્રમાણે, સચિન પોલીસે થોડા દિવસ પહેલાં 509 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ સાથે જ અમુક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં સચિન વિસ્તારમાં રહેતો પપ્પુ નામનો યુવક વોન્ટેડ જાહેર થયો હતો. છેલ્લા દોઢ-બે મહિનાથી આ પપ્પુ પોલીસના હાથમાં આવતો નહોતો. તેને લઈને સચિન પોલીસે યુવકના ઘરે જઈને તપાસ શરૂ કરી હતી. જો કે, યુવકના ઘરે પોલીસ કર્મીઓ પહોંચ્યા ત્યારે ચોંકી ઉઠ્યા હતા.

અસહ્ય દુર્ગંધ વચ્ચે વૃદ્ધ શેલ્ટર હોમમાં રહ્યા


યુવકના ઘરની બહાર તાળું મારેલું હતું અને સચિન પોલીસ તાળું તોડીને અંદર ગઈ તો અસહ્ય દુર્ગંધ આવતી હતી. લાઇટ પણ ચાલુ નહોતી. જમીન પર કીડા-મકોડા ફરતા હતા. તેવામાં એક ખાટલામાં વૃદ્ધ બેઠેલા જોયા હતા. અસહ્ય દુર્ગંધ વચ્ચે કણસી રહેલા આ વૃદ્ધને જોતા જ પોલીસે પીઆઈને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે માનવીય અભિગમ દાખવીને વૃદ્ધ રામલાલને એનજીઓની મદદથી શેલ્ટર હોમમાં ખસેડ્યા હતા.


છેલ્લા ઘણાં સમયથી વૃદ્ધ જમ્યાં નહોતા


પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વૃદ્ધ ઘણાં દિવસથી જમ્યાં નહોતા. જ્યારે પોલીસ અને એનજીઓના કર્મચારીઓએ વૃદ્ધને થોડી હૂંફ આપી અને વાતચીત કરી તો સૌથી પહેલાં તેમણે જમવાનું માગ્યું હતું. જો કે, અગાઉ આસપાસની હોટેલમાંથી વૃદ્ધ માટે જમવાનું આવતું હતું. પરંતુ છેલ્લા ઘણાં સમયથી તે પણ બંધ થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ પત્નીને છેતરીને છૂટાછેડા લીધા બાદ પતિ મકાન માલિકની દીકરી સાથે ભાગી ગયો

વૃદ્ધની શારીરિક હાલત ખરાબ હતી


બીજી તરફ, વૃદ્ધ ઘરની બહાર નીકળી શકતા નહોતા એટલે પેશાબ-મળ સહિત તમામ ક્રિયાઓ પણ રૂમમાં જ કરતા હતા. તેથી તેમની શારીરિક હાલત પણ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. શેલ્ટર હોમના કર્મચારીઓએ વૃદ્ધને નવડાવીને નવા કપડાં આપ્યા હતા. આ સાથે જ તેમને શેલ્ટર હોમમાં જ આશરો આપવામાં આવ્યો હતો.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन