દેશના અર્થતંત્રને સ્વસ્થ રાખવા માટે જેમ ત્રિકોણમાં ત્રણ સ્તંભ હોય છે તેવી જ રીતે કાળું નાણું, ભ્રષ્ટાચાર અને, પારદર્શક કાર્ય થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી ખૂબ જ યોગ્ય અને જરૂરી છે.
દેશના અર્થતંત્રને સ્વસ્થ રાખવા માટે જેમ ત્રિકોણમાં ત્રણ સ્તંભ હોય છે તેવી જ રીતે કાળું નાણું, ભ્રષ્ટાચાર અને, પારદર્શક કાર્ય થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી ખૂબ જ યોગ્ય અને જરૂરી છે.
Nidhi Jani, Surat : ભારતમાં મોંઘવારી શા માટે દિન પ્રતિદિન વધતી જાય છે? તેના પાછળનું કારણ શું છે? ભારતના સામાન્ય નાગરિકો આ મોંઘવારીનો સામનો કરવા માટે શું કરે છે? અને મુખ્યત્વે આપણે કયા કયા યોગ્ય પગલાં લેવા જોઈએ જેનાથી આપણે મોંઘવારીનો સામનો કરી શકે અને અર્થતંત્ર પણ સ્વસ્થ રહે તે માટે સામાન્ય નાગરિકો પોતાનો શું ફાળો આપી શકે તેવી વિગતો આજે આપણે આ વીડિયોમાં જાણીશું. સુરતની શ્રી જે.બી. ધારુકાવાલા મહિલા આર્ટસ કોલેજના અર્થશાસ્ત્રના પ્રોફેસર ડો.ઓમપ્રકાશ પુરોહિત ન્યુઝ 18 સાથે, અર્થતંત્રના વિષય પર અલગ-અલગ માહિતી આપતા જણાવે છે. ભારત દેશમાં હજુ પણ લોકોમાં ઓછું જ્ઞાન હોવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ભારત દેશના અર્થતંત્રને સ્વસ્થ રાખવા માટે જેમ ત્રિકોણમાં ત્રણ સ્તંભ હોય છે તેવી જ રીતે કાળું નાણું, ભ્રષ્ટાચાર અને, પારદર્શક કાર્ય થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી દેશ માટે ખૂબ જ યોગ્ય અને જરૂરી છે.આ ત્રણેય બાબતો એકબીજા ઉપર નિર્ભર છે જો કાળું નાણું દેશમાં ઓછું થાય અને તો આપણે ભ્રષ્ટાચાર ઓછો કરવો પડે અને ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે એક પારદર્શક અને ન્યાય સંગત એવી કાર્યપ્રણાલી લાગુ કરવી જોઈએ. આપણા દેશનું અર્થતંત્ર અન્ય દેશોની જેમ આગળ વધી શકશે અને એક સ્વસ્થ અર્થતંત્ર બની શકે.
દેશમાં સરકારનો આવકનો મુખ્ય સ્ત્રોતછે ઇન્કમટેક્ષ
હજુ પણ ભારત દેશમાં ઘણા લોકો ઇન્કમટેક્સ ફાઈલ કરતા નથી અને તે વાતનું ગૌરવ લે છે,ત્યારે લોકોમાં આ બાબતની વિશે અજ્ઞાનતા રહેલી છે તો સરકારને આવક ઉભી કરવા માટે આ વિકલ્પ અપનાવવા પડે છે.પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે ટેક્સમા વધારો કરવામાં આવે છે.જેના પરિણામે મોંઘવારીમાં વધારો થાય છે.
આપણા દેશના અર્થતંત્રમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ છાપેલા નાણાં બેંકની સિસ્ટમમાંથી ગાયબ થઈ જવા માટેનું એક મુખ્ય કારણ કહી શકાય કે લોકોમાં પુરતુ જ્ઞાન નથી અને તેના કારણે તેઓ જરૂરિયાત કરતાં વધારે નાણા ઘરમાં લિક્વિડના રૂપમાં એટલે કે રોકડ સ્વરૂપે રાખે છે તેના કારણે જ ઘણીવાર બેંક સિસ્ટમમાં પૈસાની અછત ઊભી થાય છે જે પાછળ જતા ફુગાવા નું કારણ બને છે.
એક સામાન્ય નાગરિક મોંઘવારીનો સામનો કરવા માટે પોતાની આવક વધારે તેની સાથે સાથે તેણે પોતાની બચતમાંથી પણ અન્ય આવક ઊભી થાય તેવું કાર્ય કરવું જોઈએ. મોંઘવારીએ એકે સંખ્યામાં વધે છે ત્યારે બચતમાંથી થતી આવક આપણે બે કે સંખ્યામાં કરીએ તો સામાન્ય નાગરિક આરામથી મોંઘવારીનો સામનો કરી શકે છે.વ્યક્તિ એક્ટિવ અને પેસિવ બંને પ્રકારની આવક ઉભી કરવી જોઈએ.