Mehali tailor,surat: સુરતમાં શિયાળો શરૂ થતાની સાથે જ શિયાળાના પાક અને પોંકની યાદ સૌ કોઈ ના આવે છે અને સુરત તો ખાસ પોક નગરી તરીકે ઓળખાતું શહેર છે. મીઠા પોંકની સાથે તીખી સેવ ખાવા લોકો દૂર દૂરથી આવે છે પરંતુ આ વર્ષે મીઠા તો હવે શરૂ થયા છે. અત્યાર સુધી બજારમાં જે પોંક મળતા હતા તેમાં ખરેખર પોંક ની મીઠાશ ઓછી હતી પરંતુ હવે જેમ જેમ શિયાળો જામ્યો છે તેમ તેમ મીઠા પોક પણ બજારમાં મળવા લાગ્યા છે.
શિયાળાની ઋતુ હવે શરૂ થતા બજારમાં મીઠો પોંક હવે મળી રહ્યો છે
શિયાળાના પોકના પાકની જરૂરી ઠંડી અને ઝાકળની જરૂર હોય છે. ત્યારે જો આ વર્ષે શિયાળાના ઋતુંની વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ ઘણી ગરમીનો માહોલ સર્જાયો હતો. સવારે અને સાંજે ઠંડકમય વાતાવરણ રહેતું હતું પરંતુ બપોર થતા ઉનાળા જેટલી ગરમીનો માહોલ સર્જાતો હતો. આની સીધી અસર એ પોંકના પાકને પડી હતી.
ડિસેમ્બર દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં જોઈએ એવો મીઠો પોક આવ્યો ન હતો. પરંતુ હવે જાન્યુઆરીમાં ઠંડીનો માહોલ સર્જાતા સારા પ્રમાણમાં મીઠા બજારમાં મળી રહ્યા છે. અને આ ઠંડીમાં પોંખનો પાક સારો અને ગુણવત્તા વાળો થાય છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મીઠો પોક ખાવા માટે સુરતીઓએ રાહ જોવી પડી હતી.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પોંખના ભાવમાં વધારો જોવા મળ્યો
આવી જ ઠંડીમાં લોકો દૂર દૂરથી સુરત પોક પાર્ટી કરવામાં આવે છે. સુરતના અડાજણની પોંખનગરીમાં હવે લોકોની ભીડ વધી રહી છે.પોકના ભાવની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 100 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો હતો. લોકો હવે આ પોકના ભજીયા અને પોંકની પેટીસ ઘણી પસંદ કરી રહ્યા છે અને જો ખરેખર પોક અને તીખી સેવ ખાવી હોય તો અડાજણની પોક નગરીમાં જ જવું પડે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર