Home /News /surat /Gold-Silver rate in Surat Today: સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે, જાણો લેટેસ્ટ માર્કેટ પ્રાઇઝ

Gold-Silver rate in Surat Today: સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે, જાણો લેટેસ્ટ માર્કેટ પ્રાઇઝ

22 કેરેટના ભાવમાં આશિક ઘટાડો

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં માત્ર ચઢાવ જ જોવા મળી રહ્યો છે.આજે 22 અને 24 કેરેટના ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે.સોનાના ભાવમાં ફરી વધારો થયો છે.

    Mehali tailor,surat: શેરબજારબાદ સોનાના ભાવમાં પણ થોડો ઘણો ઉતાર ચઢાવ જોવા મળે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં માત્ર ચઢાવ જોવા મળી રહ્યો છે.આજે સોનાના ભાવમાં 24 કેરેટમાં ફરી વધારો થયો છે.જયારે 22 કેરેટના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.


    સુરતમાં આજે પણ 24 કેરેટમાં સોનાના ભાવમાં બે દિવસ 1000ની આસપાસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.ગઈકાલે સોનાની કિંમત પર 58700 પહોંચી હતી. જ્યારે આજે 600નો રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 59300 પહોંચી ગયો છે.


    સુરતમાં બજેટ બાદ એક દિવસમાં 22કેરેટમાં સોનાના ભાવમાં રૂપિયાનો ઘટાડો આવ્યો છે.ગઈકાલે સોનાની કિંમત 51700 પર પહોંચી હતી. જ્યારે આજે 100નો રૂપિયાનો ઘટાડો થતાં સોનાનો ભાવ 51600 પર પહોંચી ગયો છે.


    આજે ચાંદી કેટલી પહોંચી છે?


    ચાંદીનો ભાવ પણ આજે રૂ. ઘટીને રૂ.76400પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં 2000રૂપિયાનો વધારો થયો છે.પરંતુ આજે ચાંદીના ભાવમાં 900રૂ ઘટાડો જોવા મળ્યો છે.


    સોનાના ભાવ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે.


    સોનાના ભાવમાં રહી શકે છે તેજીજો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. હજુ સોનાના વર્તમાન ટ્રેંડને જોઈએ તો ગોલ્ડ જલ્દી લેવલ પર પહોંચી શકે છે. વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે. સેંટ્રલ બેન્કના ગોલ્ડ ખરીદવાની પૉઝિટિવ અસર ગોલ્ડ પર જોવામાં આવશે.

    First published:

    Tags: Gold price, Local 18, Silver price, સુરત

    विज्ञापन