Home /News /surat /Surat : આવું તો ગુજરાતી જ કરી શકે! હીરો ન બન્યા તો શરૂ કર્યો વેનિટી વેનનો બિઝનેસ

Surat : આવું તો ગુજરાતી જ કરી શકે! હીરો ન બન્યા તો શરૂ કર્યો વેનિટી વેનનો બિઝનેસ

સખત મહેનત અને ધીરજથી જ સફળતા મેળવી શકાય છે.સતત કાર્ય કરતા રહેવાથી સફળતાના માર્ગ આપોઆપ ખુલી જશે.

સખત મહેનત અને ધીરજથી જ સફળતા મેળવી શકાય છે.સતત કાર્ય કરતા રહેવાથી સફળતાના માર્ગ આપોઆપ ખુલી જશે.

  Nidhi jani, Surat : સૌરાષ્ટ્રના ઉનામાં જન્મેલા કેતનભાઇ રાવલએ મુંબઈ નગરીમાં માત્ર ત્રણ હજાર રૂપિયા ખિસ્સામાં લઈને પોતાનું એક્ટર બનવાનું સપનું લઈને જાય છે. મુંબઈ જતાની સાથે જ તેમના જીવનનો કપરો સમય શરૂ થયો. કોઈપણ પ્રકારની ઓળખાણ વગર માત્ર હિંમત અને આંખોમાં કંઈક કરી બતાવવાના સપના લઈને કેતનભાઇ મુંબઈ પહોંચે છે.આજે મુંબઈમાં સૌથી વધુ વેનિટી વેન ધરાવતા વ્યક્તિ તરીકે કેતન રાવલનું નામ પ્રખ્યાત છે. મુકેશ અંબાણીથી લઈને, બોલીવુડના મોટા મોટા સુપરસ્ટાર, કોરિયોગ્રાફર, અને હોલિવુડના સ્ટાર પણ કેતન રાવલની જ વેનિટી વેન વાપરે છે. મુંબઈ તેઓ એક્ટર બનવા માટે ગયા હતા ત્યારે વેનિટી વેનનો બિઝનેસ કેવી રીતે શરૂ કર્યો તે સફર ખુબ પ્રેરણાદાયી છે.

  કહેવાય છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. તેવી જ રીતે કેતનભાઇને પણ મુંબઈમાં રહેવા માટે શરૂઆતમાં ઘણા દિવસ સુધી કોઈ સ્થળ ન મળ્યું હતું. તેમણે રેસ્ટોરન્ટમાં જ્યાં જગ્યા મળે ત્યા સુઈને પણ દિવસો વિતાવ્યા છે. જેમતેમ દિવસો પસાર કરીને તેમને ગુજરાતી નાટકોમાં બેકસ્ટેજનું કામ શરૂ કર્યું. એક શો કરે ત્યારે 75 રૂપિયા માત્ર મળતા હતા.  ત્યારબાદ હિમેશ રેશમિયાના પિતાજી પાસે એકાઉન્ટ ની જોબ શરૂ કરી હતી, ત્યારે 800 રૂપિયા મહિને પગાર અને રહેવા માટે એક ફ્લેટ રહેવામાં આપ્યો હતો.એક્ટર બનવાનું સપનું તો હજી તેમને છોડ્યું ન હતું એથી તેઓ રાત્રે રાત્રે નાટકોમાં કામ કરવા પણ જતા હતા. એક દિવસ તેમના માલિક તેઓને જોઈ ગયા તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે ઘર અને નોકરી ફરીથી શોધવા માટે તેમણે મહેનત ફરી એક વાર શરુ કરી.  ધીમે ધીમે ફિલ્મ પ્રોડ્યૂસર સાથે મુલાકાત થઈ અને તેમને નાના-મોટા રોલ મળવાનું શરૂ થયું.સિરિયલોમાં ગુજરાતી પિક્ચર તથા હિન્દી ફિલ્મોમાં નાના-મોટા રોલ કરીને તેઓ આગળ વધ્યા. અત્યારે ધીમે ધીમે જાણ થાય તેમને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર વેનિટી વેનની અછત છે. તેમના મિત્રો સાથે ભેગા મળીને પોતાના પપ્પાના રિટાયરમેન્ટના પૈસા ભેગા કરીને પાર્ટનરશીપમાં વેનિટી વેન લીધી અને 2005માં તેમના લગ્નના બે મહિનાની અંદર જ તેમને કોઈ કારણ જણાવ્યા વગર કાઢી મુકવામાં આવ્યા અને કંપનીએ કરેલા નફામાંથી બાકાત કરી દેવાયા.  આ કપરા સમયે તેમના પત્નીએ આપેલી હિંમતથી અને પરિવાર ની મદદથી તેમણે ફરી એક વખત વેનિટી વેનનો બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતમાં તો હપ્તા ભરવા માટે કે ઘરમાં દૂધ લાવવા માટે પણ પૈસા ન હતા પણ હિંમત અને ધીરજથી આજે તેઓ 65 વેનિટી વેનના માલિક છે. તેઓ કહે છે મારી ત્રણ દીકરીઓના જન્મદિવસ એકસાથે થયા છે ત્યારે માતાજી મારા પ્રસન્ન થયા હોય તેમ તે દિવસથી ક્યારેય પાછુ નથી જોયું અને આજે મુંબઈમાં સૌથી વધુ વેનિટી વેનનો માલિક એ મારી મહેનત અને ધીરજની સાથે ભગવાનના આશીર્વાદના કારણે જ શક્ય બન્યું છે.  કોરોનાકાળમાં તેમની વેનિટી વેન મુંબઈ હાઇવે પર ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટાફને આપી હતી. જે તેમની દેશ અને તેના નાગરિકો પ્રત્યેની ભાવના દર્શાવે છે. ભવિષ્યમાં તેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં નિર્માતા બનવા માટે યોજનાઓ બનાવી રહયા છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Ketan Patel, Vanity Van, ગુજરાત, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन