Home /News /surat /સુરત : વરાછામાં પોલીસે વોચમેનને માર મારતા માથાની નશ ફાટી ગઈ, બ્રેઇન હેમરેજ થતા હાલત ગંભીર!

સુરત : વરાછામાં પોલીસે વોચમેનને માર મારતા માથાની નશ ફાટી ગઈ, બ્રેઇન હેમરેજ થતા હાલત ગંભીર!

વરાછા પોલીસ દ્વારા વોચમેનને માર મારવાનો મામલો

સતીષ રાજેન્દ્ર તોમરે તેના કાકાને ન્યાય મળે તે માટે વરાછા પોલીસ મથકના સીસીટીવી ચેક કરી આ પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અ‌‌ધિકારીઓને સોંપવા પોલીસ ક‌મિશનર અજયકુમાર તોમરને અરજી કરી

    સુરત : વરાછા પોલીસે ત્રણ ‌દિવસ પહેલા પ્રોહીબીશનના કેસમાં પકડેલા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને એટલી હદે માર મારવામાં આવતા તેના માથાની નશ ફાટી જતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હોવાની અરજી પોલીસ ક‌મિશનરને ભોગબનનારના પ‌રિવાર દ્વારા કરવામાં આવી છે. ડી-સ્ટાફે માર મારતા વોચમેનની હાલત હાલ કટોકટ હોય આ સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અ‌‌ધિકારીઓને સોંપી ન્યાયની માંગણી કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કાપોદ્વા પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા એક વેપારીના પુત્રને માર મારવામાં આવતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે વરાછા પોલીસના મારને પગલે વોચમેન હો‌સ્પિટલના ‌બિછાને ગંભીર હાલતમાં છે.

    નવાગામ-‌‌‌ડિંડોલી ખાતે આવેલ મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ ક‌મિશનર અજયકુમાર તોમરને અરજી કરી છે. અરજીમાં તેણે જણાવ્યું છે કે, તેના કાકા ‌શિવ‌સિંગ કુવર‌સિંગ વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરે છે. ગઇ ૧ સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસે ‌શિવ‌સિંગની પ્રોહીબીશનના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. બીજા ‌દિવસે ‌શિવ‌સિંગને કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર મુક્ત કરાયો હતો.

    ત્યારબાદ તે વરાછા પોલીસ મથકે તેનો મોબાઇલ અને ૫ હજાર રોકડા જે પોલીસ પાસે હોય તે લેવા માટે ગયા બાદ પરત ફેક્ટરી ઉપર પહોંચતા તેની ત‌બિયત લથડતા સારવાર માટે ‌સ્મિમેર હો‌સ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા તબીબોની સલાહ પ્રમાણે વધુ સારવાર માટે નવી ‌સિ‌વિલ લઇ જવાતા ત્યાં તેને માથાની નશ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું તેમજ માર મારવાથી ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ મથકેથી પરત ડાયમંડ ફેક્ટરી ઉપર પહોંચ્યા બાદ ‌‌શિવ‌સિંગની ત‌બિયત લથડતા આ બાબતે પ‌રિવારજનોને શંકા ઉપજી હતી.

    આ પણ વાંચોસુરત અકસ્માત VIDEO : નબીરા કાર ચાલકે બાળકીને અડફેટે લીધી, કરૂણ અકસ્માત CCTVમાં કેદ

    પોલીસ મથકમાં જ તેની સાથે કોઇ અણબનાવ બન્યો હોય આ મામલે તપાસ કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે. વરાછા ડી-સ્ટાફ દ્વારા ‌શિવ‌સિંગને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ અરજીમાં કરાયો છે. આ અંગેની તપાસ ઉચ્ચ પોલીસ અ‌‌ધિકારીઓ પાસે કરાવી ન્યાયની માંગણી કરવામાં આવી છે. પોલીસ મથકમાં એવી તો કંઇ ઘટના બની કે ‌શિવ‌સિંગની માથાની નશ ફાટી ગઇ. અરજદારે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ડીસ્ટાફની ઓફીસમાં આ બનાવ બન્યો છે. પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ઘણી હકીકતો સામે આવી શકે તેમ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Surat news, Surat police, Varachha police station, સુરત સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन