Home /News /surat /ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરનારા ચેતજો, સુરતમાં ચાર્જિંગમાં મૂકેલું મોપેડ સળગ્યું

ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરનારા ચેતજો, સુરતમાં ચાર્જિંગમાં મૂકેલું મોપેડ સળગ્યું

ચાર્જિંગમાં મૂકલું મોપેડ અચાનક જ સળગી ઉઠ્યું

Electric Vehicle Fire In Surat: સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક મોપેડ ભડકે બળ્યું. ચાર્જિંગમાં મૂકલું મોપેડ અચાનક જ સળગી ઉઠ્યું. મોપેડ અચાનક સળગી ઉઠતા અફરાતફરી મચી.

    સુરત: આજકાલ ઇલેક્ટ્રિક વાહનોની વેચાણ વધી રહ્યું છે, લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. આવામાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ કરતાં લોકો માટે એક ચોંકાવનારા સામચાર સુરતથી સામે આવ્યા છે. સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક મોપેડ ભડકે બળ્યું છે. ચાર્જિંગમાં મૂકલું મોપેટ અચાનક જ સળગી ઉઠ્યું હતું. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.

    ચાર્જિંગમાં મૂકેલું મોપેડ અચાનક સળગી ઉઠ્યું

    મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં આવેલા પૂજન રો-હાઉસમાં ઘર બહાર પાર્ક કરેલું ઇલેક્ટ્રિક બાઇક સળગી ઉઠ્યું હતું. ચાર્જિંગમાં મૂકેલું મોપેડ અચાનક સળગી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. સોસાયટીમાં લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પ્રથામિક માહિતી અનુસાર, ચાર્જિંગમાં મૂકેલું મોપેડમાં શોર્ટસર્કિટ બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હજુ આગ લાગવાનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.


    આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખથી ફરી પડશે કાતિલ ઠંડી

    અગાઉ સુરતમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થઇ હતી

    ઉલ્લેખનીય છે કે, અગાઉ એકાદ મહિના પહેલા પણ સુરતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. સુરતના સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઇ હતી. ઇલેક્ટ્રિક મોપેડ ચાલુ ન થતા બેટરી કાઢીને દુકાનમાં મૂકી દીધી હતી. દુકાનમાં મૂક્યા બાદ અચાનક બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઉપરાંત કિરાણા સ્ટોરમાં બ્લાસ્ટ થતાની દુકાનની મોટાભાગની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, આસપાસના લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Electric vehicle, Gujarat News, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन