બારડોલીમાં ખેતરમાં લોહીલુહાણ મળી આવેલી મહિલાએ બેભાન અવસ્થામાં જ કહ્યું- તેને મને બોલાવી અને પછી...
બારડોલીમાં ખેતરમાં લોહીલુહાણ મળી આવેલી મહિલાએ બેભાન અવસ્થામાં જ કહ્યું- તેને મને બોલાવી અને પછી...
મહિલા ઉપર કયા કારણસર હત્યાનો પ્રયાસ કર્યો એ બાબતે હવે પોલીસ તપાસ શરૂ કરી છે.
Bardoli News: આ મામલે સુરત ગ્રામ્યના DySP ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, મહિલાને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરાયો હતો, ઘટનામાં આરોપીએ મહિલાને તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા. જે બાદ મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી અને તેણે પોતાના મિત્રને આ અંગે જાણ કરી હતી, જેણે તાત્કાલિક પોલીસને આ વિશે જાણકારી આપી હતી
કેતન પટેલ, બારડોલી: પલસાણા તાલુકાના કણાવ ગામે ખેતરમાંથી એક મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આરોપી ઇસમે હત્યાના ઇરાદે (Attempted murder) મહિલાની નસ કાપી નાંખી હતી. જોકે ઇજાગ્રસ્ત મહિલાને ત્વરિત સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)માં ખસેડવામાં આવી હતી.
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં હવે ગુનેગારો બેફામ બન્યા છે. અને ચોરી હત્યા જેવા બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના પલસાણા તાલુકાના કણાવ ગામની સિમમાં બની હતી. જ્યાં ખેતરમાં એક મહિલા લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. નિતાબેન મનીષભાઈ પાંડે નામની મહિલા ભોગ બની હતી. જેણે કમલેશ વાઘેલા નામના ઈસમને જાણ કરી હતી કે પોતાને મારી નાખવા પ્રયાસ કરાયો છે. કમલેશભાઈએ પલસાણા પોલીસનો સંપર્ક કરતા પોલીસે નિતાબેનને ત્વરિત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
સમગ્ર ઘટના બાબતે તપાસ દરમિયાન સુરત શહેરમાં રહેતો ઈશ્વર ભગવાન પટેલે અગમ્ય કારણસર નીતા પાંડેને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે ગળા તેમજ પેટના ભાગે ઇજા પોહચાડી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાં જ હત્યાના પ્રયાસની ઘટના સામે આવતા ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી હતી. પલસાણા પોલીસે ઈશ્વર પટેલની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી. મહિલા ઉપર કયા કારણસર હત્યાનો પ્રયાસ કર્યો એ બાબતે હવે પોલીસ તપાસ શરૂ કરી છે.
ત્યાં જ આ મામલે સુરત ગ્રામ્યના DySP ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, મહિલાને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરાયો હતો, ઘટનામાં આરોપીએ મહિલાને તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા. જે બાદ મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી અને તેણે પોતાના મિત્રને આ અંગે જાણ કરી હતી, જેણે તાત્કાલિક પોલીસને આ વિશે જાણકારી આપી હતી. પોલીસે આ ઘટનામાં તાત્કાલિક મહિલા બેભાન અવસ્થામાં મળી આવતા તેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યાં જ આરોપી દ્વારા મહિલા પર શામાટે ઘાતકી હુમલો કરાયો હતો તે વિશે સચોટ માહિતી સામે આવી નથી. હાલમાં તપાસ ચાલી રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર