સુરત: ગાંધીના ગુજરાતમાં અહીં બાળકો વેંચે છે ખુલ્લેઆમ દારૂ, Video વાયરલ, પોલીસ તંત્રમાં દોડધામ મચી
સુરત: ગાંધીના ગુજરાતમાં અહીં બાળકો વેંચે છે ખુલ્લેઆમ દારૂ, Video વાયરલ, પોલીસ તંત્રમાં દોડધામ મચી
બુટલેગરો બાળકો પાસે વેંચાવે છે દારૂ
તે વાતમાં બે-મત નથી ત્યારે પોલીસ દારૂ વહેચતા બુટલેગર સામે તવાઈ બોલાવવાની સાથે-સાથે મોટા રૂપિયા પણ પડાવે છે. ત્યારે હવે બુટલેગર પણ પોલીસ કરતા એક કદમ આગળ વધ્યા છે
ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત તરીકે ઓળખાય છે. જોકે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ખુલ્લેઆમ વેચાય છે દારૂ અને આ દારૂનું વેચાણ કરવા માટે હવે બુટલેગરોએ નવી પદ્ધી આપવાની છે અને આ દારૂ વેંચવા માટે બાળકો અને મહિલા ઉપયોગ કરે છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં દારૂ અને તે પણ બાળકો વેંચી રહ્યા હોવાનો એક વીડિયો વાઇરલ થતા તંત્ર એમાં દોડ ધામ મચી જવા પામી છે.
ગાંધીના ગુજરાતમાં આમતો દારૂ બંધી છે, પણ જે રીતે ગુજરાતમાં દારૂ વેચાય છે જેને લઈને અનેક વખત સરકાર સામે સવાલ ઉભા થયા છે. એકબાજુ, સરકાર અને ગુજરાત પોલીસ ગમે તેટલું જોર લગાવે તો પણ ગુજરાતમાં દારૂ વેચાય છે અને તે પણ ખુલેઆમ તે વાતમાં બે-મત નથી ત્યારે પોલીસ દારૂ વહેચતા બુટલેગર સામે તવાઈ બોલાવવાની સાથે-સાથે મોટા રૂપિયા પણ પડાવે છે. ત્યારે હવે બુટલેગર પણ પોલીસ કરતા એક કદમ આગળ વધ્યા છે અને હવે દારૂની વેંચાણ જાતે નથી કરતા પણ દારૂ વેચવા માટે નાના નાના ભુલકાઓનો સહારો લેવાયુ શરુ કર્યું છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ મફત નગર ખાતે બુટલેગર એક મહિલાના ઘરે દારૂનો જથ્થો મૂકી ગયા બાદમાં આ મકાનમાં રહેતા બાળકો દારૂનું વેંચાણ કરવાનો વિડીયો વાઇરલ થતા બુટલેગર સાથે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.
અહીંયા નાના બાળકો દારૂનું વેચાણ કરે છે તે પણ ખુલેઆમ, જોકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેને લઈને પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પાણી છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ બુટલેગરો જાણે છે કે, દારૂ વેંચતા બાળકો સામે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, ત્યારે રૂપિયા દીધા બાદ પોલીસની હેરાન ગતિથી બચવા માટે બુટલેગરો દ્વારા અનોખી રીત શોધી કાઢી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર