Home /News /surat /Surat News: સુરતમાં અસામાજિક તત્વોના આતંકનો વીડિયો વાયરલ, પોલીસે ચારની ધરપકડ કરી

Surat News: સુરતમાં અસામાજિક તત્વોના આતંકનો વીડિયો વાયરલ, પોલીસે ચારની ધરપકડ કરી

ત્રણ આરોપીની તસવીર

Surat News: સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે પોલીસે વીડિયોમાં દેખાતા પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે.

સુરતઃ શહેરમાં અસામાજિક તત્વોના આતંકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અસામાજિક તત્વો તલવાર જેવા હથિયાર લઈને લોકોને ધમકાવી રહ્યા હતા અને પોલીસ બાબતે પણ અપશબ્દો કહી રહ્યા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સચિન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને વીડિયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યાં


1 ફેબ્રુઆરી 2023ના રોજ રાત્રિના સમયે લક્ષ્મણ બિહારી નામના વ્યક્તિ સાથે પાંચ જેટલા ઈસમોએ અંગત અદાવતને લઈને ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં પાંચ જેટલા ઇસમો તલવાર જેવા હથિયારો લઈને ફરિયાદીને ધમકાવતા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો બીજી તરફ ફરિયાદી લક્ષ્મણ બિહારી દ્વારા આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપવામાં આવી હતી. જેથી પોલીસે લક્ષ્મણ બિહારીની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી અને પોલીસ દ્વારા પાંચ ઈટમોમાંથી ચાર આરોપીઓની ધરપકડ ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ 50 હજાર વર્ષ બાદ આજે લીલો ધૂમકેતુ જોઈ શકાશે, જાણો ક્યાં અને ક્યારે દેખાશે...


પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ફરિયાદી લક્ષ્મણ બિહારી સામે પણ અગાઉ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને પકડાયેલા ચારેય આરોપી સામે અગાઉ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધિત ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે. મહત્વની વાત છે કે આ ચાર આરોપી જે પકડાયા છે તેમાંથી એક આરોપી ઉધના, એક આરોપી ડીંડોલી અને બે આરોપી સુરતના પલસાણા વિસ્તારના રહેવાની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે એક આરોપી પોલીસથી ભાગી રહ્યો છે તેને પકડવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ છે કે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police

विज्ञापन